સોશિયલ મીડિયામાં મહિલાના નામની ફેક આઈ.ડી બનાવનાર શખ્સ પોલીસ સકંજામાં.
પોરબંદર,7 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગત 19/09/2025 ના રોજ એક મહિલા અરજદાર દ્વારા લેખીત અરજી આપવામાં આવી હતી જેમાં મહિલાએ સોશ્યલ મિડીયા પ્લેટફોમના ઈન્સ્ટાગ્રામ એપ મારફતે એક ફેક આઈ.ડી. ધારકે તેની મંજુરી વગર ફેક આઈ.ડી. ઉપર
સોશિયલ મીડિયામાં મહિલાના નામની ફેક આઈ.ડી બનાવનાર શખ્સ પોલીસ સકંજામાં.


પોરબંદર,7 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગત 19/09/2025 ના રોજ એક મહિલા અરજદાર દ્વારા લેખીત અરજી આપવામાં આવી હતી જેમાં મહિલાએ સોશ્યલ મિડીયા પ્લેટફોમના ઈન્સ્ટાગ્રામ એપ મારફતે એક ફેક આઈ.ડી. ધારકે તેની મંજુરી વગર ફેક આઈ.ડી. ઉપર અરજદારનો ફોટો વાયરલ કરી તેની બદનામી કરવાનું કાવતરું રચ્યું હોય તેવું જણાવ્યું હતું. પોલીસે આ અરજીની ગંભીરતા જોતા સાયબર કાઈમ પો.સ્ટે. દ્વારા અરજી તપાસના કામે મેટા પ્લેટફોર્મ પરથી આ ફેક આઇ.ડી.ની માહિતી મેળવી આરોપીને ઝડપી પાડયો હતો.

સાઈબર ક્રાઈમ પોલીસે કરેલી તપાસમાં એક મોબાઈલ નંબર મળ્યો હતો જે મોબાઇલ નંબરનો ઉપયોગ આ ફેક આઈ.ડી. બનાવવામાં થયેલ હોય. જેથી આ મોબાઇલના SDR કઢાવતા આ મોબાઇલ નંબર ઈકબાલ ઉર્ફે ઈકુડો ઈશાક ઘાવડાનો હોવાનું તપાસમાં ખુલતા તેને પોલીસ સ્ટેશન બોલાવી પુછપરછ કરતાં આ ફેક આઈ.ડી. તેના દ્વારા જ બનાવી અરજદારને બદનામ કરવાની કોશીષ કરી હોવાનું કાબુલ કર્યું હતું. જેથી અરજી બાબતે સાઈબર ક્રાઈમ પોલીસે અરજદારની વિગતવાર ફરીયાદ લઇ સાયબર ક્રાઈમ પો.સ્ટે.માં BNS Act 2023 ની ક.79, 336(4), 356(2) તથા IT Act 2000 ની 8.66સી. ૬૬ઈ મુજબ ગુન્હો દાખલ કરાવી આરોપીની ધરપકડ કરી છે. આ કેસ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એસ.આર. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande