પોરબંદર ના જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરાયું.
પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે એસ.ટી બસ સ્ટેન્ડ તેમજ વિવિધ જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરી તેમજ એસ.ટી બસોમાં નશાબંધી પ્રચાર સ્ટિકરો લગાવાનો જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી પ
પોરબંદર ના જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરાયું.


પોરબંદર ના જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરાયું.


પોરબંદર ના જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરાયું.


પોરબંદર ના જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરાયું.


પોરબંદર ના જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરાયું.


પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે એસ.ટી બસ સ્ટેન્ડ તેમજ વિવિધ જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરી તેમજ એસ.ટી બસોમાં નશાબંધી પ્રચાર સ્ટિકરો લગાવાનો જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી પ્રસાર-પ્રચાર અર્થે પોરબંદરના એસ.ટી બસ સ્ટેન્ડ, હોસ્પિટલ રોડ, સુદામા મંદિર,રાણી બાગ, જેવા જાહેર સ્થળો ઉપર નશાબંધી વિષયક જાગૃતતા આવે તેવા ઉદેશ્યથી નશાબંધીની પ્રસાર પત્રિકા વિતરણ કરી નશાબંધી વિષયક સ્ટીકરો છોટાડી અને નશાબંધી જાહેર પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ વ્યસનથી સમાજમાં કેવી રીતે આર્થિક/સામાજીક તેમજ આરોગ્ય નુકસાન થાય જે માહિતી આપી લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમજ વધુમાં જણાવાયું હતું કે, જો તમારી આસ-પાસ થાય દારુ, ડ્રગ્સ, ગાંજા જેવી વસ્તુનું વેચાણ થતુ હોય તો તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક કરી માહિતી આપવી હાલમાં નશામુક્ત ભારત અભિયાન તેમજ સ્વછોત્સવ પુર ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે લોકો પાન, તમાકું, માવા ખાઈને પોતાના જીવનને તેમજ જ્યા-ત્યા જાહેર સ્થળ પર થુકી (પિચકારી) મારી, કચરો ગમે ત્યાં ફેંકી દેશની સંપત્તિને નુકશાન કરે તે યોગ્ય નથી જે બાબતે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આમ નશાબંધી પ્રસાર દરમ્યાન એસ.ટી બસ સ્ટેન્ડ, હોસ્પિટલ રોડ, સુદામા મંદિર, રાણી બાગ જેવા જાહેર સ્થળો પર સ્થાનિક સ્ટાફ દ્રારા અમોને પુરો સહયોગ પ્રાપ્ત થયો. સદર કાર્યક્રમમાં નશાબંધી સબ ઈન્સ્પેકટર બી.એમ.સોલંકી તેમજ નશાબંધી કોન્સ્ટેબલ બી.એ. જાદવ, બી.જે.કરમટા તેમજ તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande