પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરમા ઉદ્યોગનગર ફાટક રેલવે બંધ કરી દેવામા આવતા સ્થાનિકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે સતત ત્રીજ વખત સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ફાટક બંધ થવાના કારણે મીરા અને પારસનગર અને ઉદ્યોગનગરના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ મુદે સ્થાનિક રાજકીય આગેવાનો અને રેલવે વિભાગ તેમજ કલેકટરને રજુઆત કરવા છતા ફાટક ખોલવામા નહિં આવતા આજે મંગવારે ફરી સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.ઉદ્યોગનગર ફાટક બંધ કરી દેવામા આવતા 40 હજારથી વધારે લોકો પ્રભાવિત થયા છે વારંવારની રજુઆત બાદ પણ ફાટક ખોલવામા આવતા આજે 500થી વધારે મહિલા સહીતના લોકો ઉદ્યોગનગર ફાટક ખાતે એકત્રીત થયા હતા મહીલાઓએ તો રેલવે ટ્રેક પર બેસીને ફાટક ખોલોની ધુન બોલાવી હતી તો કેટલાક લોકો રેલવે ટ્રેક પર દોડી જતા રેલવે પોલીસ અને ઉદ્યોગનગર પોલીસે સમજાવી લોકોને ટ્રક પરથી દુર કર્યા હતા સ્થાનિક મહિલાઓએ એવો આક્રોશ વ્યકત કર્યો હતો કે અમે ખોબે ખોબે મત આપ્યા તેમનો અમને આ બદલો આપવામા આવ્યો છે.ફાટક બંધ થયા બાદ વૈકલ્પિક રસ્તો આપવામા આવ્યો તે પણ બિસ્માર હાલતમા છે. નરસંગટેકરી સુધી જવામા 75 પગથીયા ચડવા અને ઉતરવા પડે છે . ખાસ કરીને મહિલા અને વૃધ્ધો તેમજ બાળકોને મુશ્કેલી પડી રહી છે. તેમ છતા અવરજવર માટે પણ ફાટક ખોલવામા આવતુ નથી તો બીજી તરફ ધંધા રોજગારને પણ માઠી અસર પડી છે આ મુદે આગામી આઠ દિવસમા કોઈ નિર્ણય લેવામા નહિં આવે તો હવે ઉગ્ર આંદોલનની કરવાની ચિમકી ઉચ્ચારવામા આવી છે આ આંદોલનને કોગ્રેસના આગેવાનોએ પણ સમર્થન આપ્યુ હતુ.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya