પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) બગવદર -ભારવાડા રોડ પર ખાડા પડી જતા અકસ્માતની ઘટના બની રહી છે. પોરબંદર જીલ્લામા પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓનુ ધોવાણ થયુ છે તેમા બગવદર-ભારવડા રોડ પર પેટ્રોલ પંમ્પ પાસે મસ મોટો ખાડો પડી ગયો છે. જેના કારણે અવારનવાર અકસ્માત બની રહ્યા છે. આજે કારના ચાલકે ખાડાના કારણે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક તેમની સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો પોરબંદર અડવાણા રોડ વરસાદને કારણે ઠેકઠેકાણે ખાડા પડી ગયો છે આ રસ્તાનુ સમારકામ કરવામા આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya