સુરેન્દ્રનગરના પાટડીમાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત, 4 મહિલાના મોત-એક પુરુષ ગંભીર
સુરેન્દ્રનગર,7 ઓકટોબર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાર
સુરેન્દ્રનગરના પાટડીમાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત, 4 મહિલાના મોત-એક પુરુષ ગંભીર


સુરેન્દ્રનગર,7 ઓકટોબર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદનો પરિવાર સામેધામા ખાતેથી દર્શન કરીને પરત ફરતા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર લોકો લખતરના ડેરવાળાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસ દ્વારા અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર, આ તમામ લોકો પાટડી તાલુકાના ધામા સ્થિત શક્તિમાતા મંદિરથી દર્શન કરી વણા શક્તિમાતાના મંદિરે દર્શન કરવા જતા સમય આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતનો ભોગ બનનારા ચાર મહીલિઓમા બે મહીલા મુળ ડેરવાળાના વતની અને હાલ અમદાવાદ રહેતા હોવાનું સામે આવ્યુ છે. જયારે અન્ય બે મૃતક મહીલાઓ અમદાવાદના તેમના પાડોશી હોવાનું હાલ સામે આવ્યુ છે.

કારમાં પરત ફરતી વખતે ઝેઝરી ગામ પાસે ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત થયા છે. જ્યારે કાર ચાલક ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયો છે.અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસ દ્વારા અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande