ઉધનામાં બિલ્ડર દ્વારા વૃધ્ધા સાથે 17 લાખની છેતરપિંડી
સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.) શહેરના ઉધના વિસ્તારમાં રહેતી વૃદ્ધાએ ગતરોજ ઈચ્છાપોર વિસ્તારના રહેતા બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરે ઉધના વિસ્તારમાં પ્રોજેક્ટ બનાવ્યા બાદ વૃદ્ધા પાસેથી બે દુકાનના રૂપિયા 17 લાખ પચાવી પાડ્યા હતા. જોકે ત્ય
ઉધના પોલીસ


સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.) શહેરના ઉધના વિસ્તારમાં રહેતી વૃદ્ધાએ ગતરોજ ઈચ્છાપોર વિસ્તારના રહેતા બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરે ઉધના વિસ્તારમાં પ્રોજેક્ટ બનાવ્યા બાદ વૃદ્ધા પાસેથી બે દુકાનના રૂપિયા 17 લાખ પચાવી પાડ્યા હતા. જોકે ત્યારબાદ આ દુકાન તેમના બનેવીને આપી દઈ વૃદ્ધા સાથે છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર વૃધ્ધાએ આ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બિલ્ડર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ઉધના વિસ્તારમાં સમિતિની સ્કૂલ પાસે આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રકાંતભાઈ બચુભાઈ પટેલની 63 વર્ષીય પત્ની દેવીલાબેને ગતરોજ ઉધના પોલીસ મથકમાં અનિલકુમાર ક્રિષ્ના મનકલાધ (રહે ધર્મનંદન રો હાઉસ કવાસ ગામ ઈચ્છાપોર) (મૂળ રહે મનકલાત હાઉસ પોસ્ટ મેરા મંગલમ જીલ્લો ત્રિશુલ કેરલા) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં દેવીલાબેને જણાવ્યું હતું કે વર્ષ 2018માં તેઓએ અનિલ કુમારના નામ પર ચાલી આવતી સુરત જિલ્લાના ચોર્યાસી ગામ ખાતે ઉધનામાં રેવન્યુ સર્વે નંબર આઠ વાળી જમીન ટીપી સ્કીમ નંબર 9 ના ફાઇનલ પ્લોટ નંબર 29 વાળી જમીનમાં 1991 માં શિવ શક્તિ બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં અનિલ કુમારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સાત દુકાનો બનાવી હતી. જેમાં દેવીલાબેને દુકાન નંબર એક અને દુકાન નંબર બે રૂપિયા 20 લાખમાં ખરીદી કરી હતી. જોકે ત્યારબાદ તેઓએ રૂપિયા 17 લાખ ચૂકવી પણ આપ્યા હતા. પરંતુ 17 લાખ રૂપિયા લીધા બાદ અનિલ કુમારે દેવીલાબેન ને સાટા ખાટ કરી આપી તથા પૈસા મળ્યા અને રસીદ પણ લખી આપી હતી. પરંતુ દુકાનનો કબજો આપ્યો ન હતો અને ત્યારબાદ અનિલ કુમાર વર્ષ 2025 માં પોતાના બનેવીને આ દુકાન વેચાણ આપી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર દેવીલા બેને પોતાની સાથે છેતરપિંડી થતાં તેઓએ અનિલ કુમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલ કુમાર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande