સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.) શહેરના સરથાણા વિસ્તારમાં સીમાડા ગામ ખાતે રહેતા યુવકે ગતરોજ એક યુવતી સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓ જણાવ્યું હતું કે પ્રથમ તેને મળવા માટે બોલાવી યુવતી સહિત ત્રણેય ઈસમોએ તેમનું અપહરણ કરી તેમને એલફેલ ગાળો આપી માર માર્યો હતો અને રૂપિયા બે લાખની માગણી કરી હતી. પરંતુ યુવકે રૂપિયા 2,00,000 નહીં આપતા તેની પાસેથી રૂપિયા 17,000 પડાવી લઈ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપી હતી. જેથી આખરે બાદમાં ભોગ બનનાર યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હનીટ્રેપનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સીમાડા ગામમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા યશ ઉત્તમભાઈ કાછડીયા એકાઉન્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ત્રણ મહિના પહેલા તે શીતલ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જોકે બાદમાં ત્રણ મહિલા પહેલા શીતલે તેમને મળવા માટે બોલાવ્યો હતો. યશ તેને મળવા માટે જતા શીતલ તથા તેની સાથે રહેલા માર્મિક ભુપતભાઈ ભુવા તથા અજાણ્યા ઈસમે ભેગા મળી યશનું અપહરણ કરીને લઈ ગયા હતા. જ્યાં તેમને એલ ફેલ ગાળો આપી માર માર્યો હતો અને તું બે લાખ રૂપિયા મંગાવું નહીંતર તને બળાત્કારના ગુનામાં સંડોવી દઈશ તેવી ધમકીઓ આપી હતી. જોકે યશ એ પોતાની પાસે બે લાખ રૂપિયા નહીં હોવાનો જણાવ્યું હતું. જેથી શીતલ તથા માર્મિક અને અજાણ્યા યુવકે ભેગા મળી તેમની પાસેથી બળજબરીથી રૂપિયા 17000 પડાવી દીધા હતા અને હવે હનીટ્રેપમાં ફસાવી તેને વારંવાર ધમકી આપતા હતા. જેથી આખરે ભોગ બનનાર ઈસમે ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે