સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.) શહેરના લિંબાયત વિસ્તારમાં નૂરાની મસ્જિદ પાસે રહેતી ત્યક્તાએ તેના સગાભાઈ સામે રૂપિયા 3.04 લાખની લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સગા ભાઇએ બહેનના તલ્લાક વખતના ભરણપોષણની રકમ પોતાની પાસે રાખી લીધી હતી, જોકે આ રકમ બાદમાં બારોબાર પચાવી પાડી બહેન સાથે છેતરપિંડી કરતા આખરે ભોગ બનનાર બહેને લિંબાયત પોલીસ વખતમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના સગા ભાઇ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે લિંબાયત વિસ્તારમાં નૂરાની મસ્જિદ સામે આવેલ મજદાપાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સમીમ અન્સારીની દીકરી ફરજાનાબાનુ ના લગ્ન થયા બાદ તેના વર્ષ 2020માં તલાક થઈ ગયા હતા. આ સમયે ભરણપોષણ ની રૂપિયા 3.40 લાખની રકમ તેમની પાસે આવી હતી. આ રકમ ફરજાનાબાનુના સગા મોટાભાઈ અબ્દુલ ખાલીદ મોહમ્મદ સમીમ અન્સારી એ પોતાની પાસે રાખી હતી. જેમાં અબ્દુલ ખાલીદે તેની બહેનના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી આપ્યું હતું પરંતુ તેમાં મોબાઈલ નંબર પોતાનો રજીસ્ટ્રેશન કરાવ્યો હતો. ત્યારબાદ વકીલને ચૂકવવાની રૂપિયા 35,000 ની ફી મા બહેનની સહી કરાવી લીધી હતી અને ત્યારબાદ ખાતામાં રહેલા રૂપિયા 3.05 લાખ ઉંચાપત કરવાના બદ ઈરાદાદા રજીસ્ટેટ કરાવી ખાતું ચાલુ રાખ્યુ હતું. જોકે ત્યારબાદ 29/10/2024 માં 24 હજાર તથા 30/10/2020 ના રોજ 25000 અને 31/10/2020 ના રોજ એક લાખ તથા 1/11/2020 ના રોજ 1.55 લાખ મળી કુલ રૂપિયા 3.04 લાખ ઉચાપત કરી લીધી હતી. જો કે જે તે સમયે ફરજાનાબાનું ને પૈસાની જરૂર ન હોવાથી તેઓએ ખાતામાં કોઈ બેલેન્સ ચેક કર્યું ન હતું. પરંતુ હાલમાં તેમના પપ્પાની તબિયત બગડી હોવાથી પૈસાની જરૂર પડી હતી. જેથી તેઓએ બેંકમાં પૈસા ઉપાડવા માટે જતા તેમના ખાતામાં માત્ર 1000 રૂપિયા બેલેન્સ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ તપાસ કરાવતા તેમના ખાતામાંથી જે તે સમયે જ તેના સગાભાઈ અબ્દુલ ખાલીદે પૈસા ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. ફરજાનાબાનું એ ભાઈ પાસે પૈસાની માંગણી કરતા તેને પૈસા આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. જેથી આખરે ભોગ બનનાર ફરજાનાબાનુંએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અબ્દુલ ખાલીદ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે