જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કલેકટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી
જૂનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કલેકટર અનિલકુમાર રાણાવસિયા તેમજ વર્ગ ૧ અને ૨ અધિકારીઓએ આજ રોજ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞામાં જિલ્લા કલેકટર ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓના વર્ગ ૧ અને ૨
ભારત વિકાસ પ્રતિજ્ઞા


જૂનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કલેકટર અનિલકુમાર રાણાવસિયા તેમજ વર્ગ ૧ અને ૨ અધિકારીઓએ આજ રોજ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રતિજ્ઞામાં જિલ્લા કલેકટર ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ જોડાયા હતા અને દેશ માટે સમર્પિત રહેવા સંકલ્પબદ્ધ થયા હતા. ઉપસ્થિત સૌ અધિકારીઓએ જીવનની દરેક ક્ષણે દેશ માટે સમર્પિત રહેવા,દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહેવા,હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા,એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર અને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહેવા,રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણમાં તન, મન અને ધનથી અવિરત પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે.આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા.૭થી તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande