જૂનાગઢમાં તા.૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં આગામી તારીખે ૩૦/૧૦/૨૦૨૫ નાં રોજ સવારે ૧૧:૦૦ ના જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કા
જૂનાગઢમાં તા.૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ યોજાશે


જૂનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં આગામી તારીખે ૩૦/૧૦/૨૦૨૫ નાં રોજ સવારે ૧૧:૦૦ ના જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે જિલ્લા કલેકટર કચેરી, શશીકુંજ ખાતે યોજાશે.

જેમાં જિલ્લા કલેક્ટર અને સંબંધિત ખાતાના અધિકારીઓ આ પ્રશ્નો સાંભળશે. આ ઉપરાંત દરેક તાલુકા મથકે આગામી તારીખ ૨૯/૧૦/૨૦૨૫ ના રોજ તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જેમાં સંબંધિત અધિકારીઓ તાલુકા મથકે ઉપસ્થિત રહેશે.

નાગરિકો તેમના પ્રશ્નો જે-તે ગામના તલાટી કમ મંત્રીશ્રીને દર મહિનાની તા.૧૦ તારીખ સુધીમાં રજૂ કરી શકશે. જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી અને તાલુકા તથા ગ્રામ કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારોએ જે-તે તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને આગામી તારીખ ૧૦/૧૦/૨૦૨૫ સુધીમાં સીધા પણ રજૂ કરી શકશે.

નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી દર માસની તા.૧૦ તારીખ સુધીમાં કરવી. નાગરિકોએ પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો સાથે જરુરી વિગતો અને પુરાવાઓ સાથે રજૂ કરવા. જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકા કક્ષાએ થતો હોય તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે કરવી. તાલુકા કક્ષાએ જે અરજીઓનો નિકાલ ન થયો હોય તેવી અરજીઓનો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સમાવેશ થશે.

એક જ સમયે અનેક વિષયોને લગતી રજૂઆતો કરી શકાશે નહી. અરજદાર દ્વારા HTTP://SWAGAT.GUJARAT.GOV.IN/CITIZEN_ENTRY_DS.ASPX?FRM=WS આ લીંક ઉપર જઈને ઓનલાઇન અરજી કરી શકાશે. તેમ નિવાસી અધિક કલેક્ટર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande