જુનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ વિધાર્થીઓ એ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી: ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી.
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ,જૂનાગઢ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજ રોજ એનએસએસ વિભાગના આયોજન હેઠળ અને શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓએ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' તથા 'સ્વદેશી પ્રતિજ્ઞા' લીધી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ વિભાગના પ્રા. ભાવિક ચાવડાએ સંભાળ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સ્વદેશી ચળવળનાં મહત્વની ચર્ચા કરી, તેમજ કેવી રીતે સ્થાનિક ઉત્પાદન અને સેવા રાષ્ટ્રની આર્થિક અને સામાજિક ઉન્નતિમાં યોગદાન આપે છે. એ બાબતે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ અવસરે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા ડૉ. દિનાબેન લોઢિયા, અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડૉ. દિપીકાબેન કેવલાણી તથા સંસ્કૃત વિભાગના પ્રા. ડૉ. આલોક વાઘેલાની વિશેષ હાજરી રહી હતી.આ સાથે આજ રોજ ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમાં સ્વદેશીને લગતા અને સરદાર વલ્લભભાઈ પટેના જીવન પરના તેમજ ગુજરાત અને ભારતની ભૂગોળને લગતા વિવિધ પ્રશ્નો પુછાયા હતા.આ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી ડૉ. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ થયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશી ભાવનાને વધાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ