ભેંસાણ ઘટક હેઠળની આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સંગમ જાગૃતિ દિવસ કાર્યક્રમની ઉજવણી
જૂનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) ભેંસાણ ઘટક હેઠળ ચાલતા કુલ ૭૯ આંગણવાડી કેન્દ્રોના ૩૮ ગામ ખાતે દરેક ગામ વાઈઝ આંગણવાડી કેન્દ્રો ખાતે સંયુકત મળીને પોષણ સંગમ જાગૃતિ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રોના બાળકોમાંથી જે બાળકો ઉપલા ગ્રેડમાં
આંગણવાડી કેન્દ્રોમાં પોષણ


જૂનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) ભેંસાણ ઘટક હેઠળ ચાલતા કુલ ૭૯ આંગણવાડી કેન્દ્રોના ૩૮ ગામ ખાતે દરેક ગામ વાઈઝ આંગણવાડી કેન્દ્રો ખાતે સંયુકત મળીને પોષણ સંગમ જાગૃતિ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આંગણવાડી કેન્દ્રોના બાળકોમાંથી જે બાળકો ઉપલા ગ્રેડમાં લાલમાંથી પીળા કે લીલા ગ્રેડમાં અથવા પીળામાંથી લીલા ગ્રેડમાં આવ્યા હોય તેવા બાળકોના વાલીઓને હાથ રૂમાલ,રેયોન કલર અને બુક આપી તમામ બાળકોના વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સાથે સાથે ટી.એચ.આર અને મિલેટની પોષ્ટિક વાનગીનું નિર્દશન રાખવામાં આવેલ હતું.

આ તકે ગ્રામ પંચાયતના સરપંચશ્રી,સભ્યઓ,સ્થાનિક અધિકારી/પદા અધિકારીઓ,આરોગ્ય વિભાગ,શિક્ષણ વિભાગ, અન્ય આગેવાનો તેમજ આંગણવાડી કેન્દ્ર ના તમામ લાભાર્થીઓના વાલીઓ હાજર રહયા હતા. પોષણ સંગમ જાગૃતિ દિવસ કાર્યક્રમમાં આમંત્રિત તમામ મહેમાનોનું મિલેટ ધાન્યની કીટથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande