પોરબંદર મનપા કમિશ્નરના માર્ગદર્શનમાં યોજાશે 'લોકલ ફોર વોકલ'મેળો.
પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ સ્વદેશીના આહ્વાનને જનઆંદોલન સ્વરૂપ ધારણ કર્યું છે. ''વોકલ ફોર લોકલ''ની રાષ્ટ્રીય મુહિમને વેગ આપવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ
પોરબંદર મનપા કમિશ્નરના માર્ગદર્શનમાં યોજાશે 'લોકલ ફોર વોકલ'મેળો.


પોરબંદર મનપા કમિશ્નરના માર્ગદર્શનમાં યોજાશે 'લોકલ ફોર વોકલ'મેળો.


પોરબંદર મનપા કમિશ્નરના માર્ગદર્શનમાં યોજાશે 'લોકલ ફોર વોકલ'મેળો.


પોરબંદર મનપા કમિશ્નરના માર્ગદર્શનમાં યોજાશે 'લોકલ ફોર વોકલ'મેળો.


પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ સ્વદેશીના આહ્વાનને જનઆંદોલન સ્વરૂપ ધારણ કર્યું છે. 'વોકલ ફોર લોકલ'ની રાષ્ટ્રીય મુહિમને વેગ આપવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદેશી વસ્તુઓના ઉપયોગને ટાળીને, લોકલ માર્કેટમાં બનતી વસ્તુઓ અને સ્થાનિક કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ, ઉત્પાદન અને પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

પોરબંદર મહાનગરપાલિકામાં એન્યુએલએમ મેનેજર તરીકે ફરજ બજાવતા આરતી ત્રિવેદીના જણાવ્યા મુજબ, આ મેળામાં સ્થાનિક કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવશે. આ પ્લેટફોર્મ થકી કારીગરોને પોતાની કલા બીજા લોકો સુધી પહોંચાડવાની તક મળશે અને લોકોને ઓનલાઇન કે વિદેશી વસ્તુઓ વાપરવાને બદલે સ્વદેશી અને સ્થાનિક સ્તરે ગામમાં મળતી વસ્તુઓ વાપરવા માટે પ્રોત્સાહન મળશે. આ સમગ્ર કામગીરી પોરબંદર મનપાના કમિશનર હસમુખ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

આ મેળાનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે સ્થાનિક ઉદ્યોગો વિદેશી વસ્તુઓના પ્રભાવ હેઠળ સંઘર્ષ કરી રહ્યા છે. પોરબંદર શહેરના નવા કુંભાળ વિસ્તારના રહેવાસી મનોજભાઈ ગોવિંદભાઈ જગતિયા, જેમના પરિવારનો માટીકામનો ધંધો બાપ દાદાના વખતથી ત્રીજી પેઢીથી ચાલી રહ્યો છે, તેમણે આ પહેલ પર ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેઓ માટીના ગરબા, કોડીયા, ઘડા અને રમકડાં જેવી ઘણી વસ્તુઓ બનાવે છે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે ચાઈનાના કોળિયા, દીવા અને ગરબા બજારમાં આવવાને કારણે તેમનો જૂનો ધંધો ધીમે ધીમે મંદ પડવા માંડ્યો છે અને હવે લુપ્ત થવા માંડ્યો છે, જેના કારણે નવી પેઢી આ કામ શીખતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ગર્વ સે સ્વદેશીની જે મોહિમ ચલાવવામાં આવી છે, તેનાથી મનોજભાઈ જેવા કારીગરોના ધંધા રોજગારનો વિકાસ થશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે દિવાળીના તહેવારોમાં તેમની વસ્તુઓનું વેચાણ થવાથી તેમની આવક બમણી થશે. ચોપાટી મેદાનમાં થનારા આ 'લોકલ ફોર વોકલ' મેળામાં તેમને ભાગ લેવાનો અવસર મળવાનો છે, જેનાથી તેમને મોટો ફાયદો થશે. મનોજભાઈએ નાના ધંધાર્થીઓના લાભાર્થે અને દેશહિતમાં લેવાયેલ સ્વદેશીના સંકલ્પ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરકાર અને પોરબંદર મનપા કમિશનર હસમુખ પ્રજાપતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande