જામનગર, 7 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી નંદધામ સોસાયટીમાં કોમન પ્લોટવાળી જગ્યામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી લઇ તે જગ્યા પર ઔદ્યોગિક એકમ માટે ભાડે આપી દઈ ગેરકાયદે ભાડું વસુલનારા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાના મામલે સ્થાનિકોએ ગઈકાલે જિલ્લા કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી જઈ રજૂઆત કરી હતી, અને સરકારને જગાડવા માટે ઘંટનાદ કર્યો હતો.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી નંદધામ સોસાયટીમાં કોમન પ્લોટ વાળી જગ્યા જે નંદધામ ગૌસાયટીના તમામ પ્લોટ ધારકોને ઉપયોગ કરવાની જગ્યાએ અન્ય ઈસમો દ્વારા અન-અધિકૃત કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરી ઔદ્યોગિક બાંધકામ કરી અને ભાડા મેળવી રહ્યા છે.
જે જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરનારા આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળની ફરીયાદ નોંધાવવાના મામલે સ્થાનિકો જિલ્લા કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, અને ત્યાં જઈને સરકારને જગાડવા માટે ઘટનાદ કર્યો હતો. જે આરોપીઓ દ્વારા ગેરકાયદે કબજો કરી લેવાયો છે, તે તમામ સામે એફઆઇઆર દાખલ કરાવવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt