પોરબંદર ખાતે અધિકારીઓએ “વિકાસ પ્રતિજ્ઞા” લઈને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી, સેવાસદન-1, પોરબંદર ખાતે વિવિધ
પોરબંદર  ખાતે  અધિકારીઓએ “વિકાસ પ્રતિજ્ઞા” લઈને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

પોરબંદર  ખાતે  અધિકારીઓએ “વિકાસ પ્રતિજ્ઞા” લઈને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

પોરબંદર  ખાતે  અધિકારીઓએ “વિકાસ પ્રતિજ્ઞા” લઈને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી, સેવાસદન-1, પોરબંદર ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સાથે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” ના મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે અવિરત પ્રયત્નશીલ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રતિજ્ઞા ગ્રહણ પ્રસંગે જિલ્લા સ્તરના શીર્ષ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે જિલ્લામાં 7 થી 15 ઓક્ટોબર, 2025 દરમિયાન યોજાનારા વિકાસ સપ્તાહનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande