યુવતીની છેડતી કરનાર યુવાન ને કાયદા નું ભાન કરાવતી 181 ની ટીમ.
પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) મહિલાઓ માટે અભયવચન 181 ટીમ અભયમ જેમા જરૂરિયાતમંદ મહિલાઓ તાત્કાલિક સલાહ, બચાવ અને માર્ગદર્શન માટે કોલ કરી શકે છે. જેમા એક યુવતીને ગામના શખ્સ દ્વારા જ હેરાનગતિ થતા 181 ની મદદ માંગતા અભયમ ટીમે શખ્સની સાન ઠેકાણે લાવતા યુવતી
યુવતીની છેડતી કરનાર યુવાન ને કાયદા નું ભાન કરાવતી 181 ની ટીમ.


પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) મહિલાઓ માટે અભયવચન 181 ટીમ અભયમ જેમા જરૂરિયાતમંદ મહિલાઓ તાત્કાલિક સલાહ, બચાવ અને માર્ગદર્શન માટે કોલ કરી શકે છે. જેમા એક યુવતીને ગામના શખ્સ દ્વારા જ હેરાનગતિ થતા 181 ની મદદ માંગતા અભયમ ટીમે શખ્સની સાન ઠેકાણે લાવતા યુવતીની માફી માંગી હતી. પોરબંદરના રાણાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુવતીએ અભયમ ટીમની મદદ લેતા મહિલા અભયમ ટીમ સ્થળ પર પહોંચી યુવતી સાથે વાતચીત કરી સાંત્વના આપી પરામર્શ કરતા તેણીએ જણાવેલ કે હું વાડીએથી ઘરે એકલી જતી હોય ત્યારે રસ્તા પર અમારા ગામનો છોકરા એ મને જણાવેલ કે, હાલ તને ઘરે મુકી જાઉં તેમજ અગાઉ પણ હું હોસ્પીટલ મારા પિતા દાખલ હોય ત્યાં આ છોકરો આવી મારી સાથે વાત કરવાના પ્રયત્ન કરી મારા મોબાઈલ નંબર માંગી હેરાનગતિ કરતો હતો. યુવતીના પિતાના અવસાન બાદ યુવતી પર ઘરની બધીજ જવાબદારી આવી ગયેલ હતી તેમની માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી વારંવાર હેરાનગતિના કારણે યુવતીએ હિંમત દાખવી અને 181 અભયમ ટીમની મદદ માંગી હતી. 181 ટીમ દ્વારા યુવતીનો ગભરાટ દુર કરી હેરાન કરનાર છોકરાના ઘરે જઈ તેમના દિકરા દ્વારા થતી હેરાનગતિ વિશે તેમના વાલીને જાણ કરેલ અને હેરાનગતિ કરનાર શખ્સ આવતા તેમને કાયદાનું ભાન કરાવ્યું તેમની ભુલ સમજાતા યુવતીની વડિલો સામે માંફી માંગી હતી તેમજ ફરી ભુલ નહિકરે તેની બાંહેધરી આપતા હાલ યુવતી એ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ કામ 181 સ્ટાફ કાઉન્સેલર- મીરા માવદિયા અને કોન્સ્ટેબલ-સેજલ બેન પંપાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande