જી.આઈ.ડી.સી ખાતે આવેલ એસ યુ સી સેન્ટર ટ્રેનીંગ માટે ફરી કાર્યરત થશે.
પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) ઉદ્યોગ સાહસીકતા વિકાસ સંસ્થાન દ્વારા પોરબંદર ખાતે સંચાલિત GIDC સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ખાતે 4.10.2025 ના રોજ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૌશલ્ય વિકાસને લગતા વિવિધ મુદ્દા ઉપર રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી
જી.આઈ.ડી.સી ખાતે આવેલ એસ યુ સી સેન્ટર ટ્રેનીંગ માટે ફરી કાર્યરત થશે.


પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) ઉદ્યોગ સાહસીકતા વિકાસ સંસ્થાન દ્વારા પોરબંદર ખાતે સંચાલિત GIDC સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ખાતે 4.10.2025 ના રોજ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૌશલ્ય વિકાસને લગતા વિવિધ મુદ્દા ઉપર રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી. આ એ મીટીંગમાં GIDC Industrial Association ના પ્રમુખ જીનુભાઈ દયાતર, જયુભાઈ પારેખ District Chamber of Commerce પ્રમુખ ટી.કે. કારીયા, જતીન હાથી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિ વનરાજ શીલુ, આશિષ પુરોહિત, જીગર પંડયા (EDII), CED પોરબંદર રીજીયનના સીનીયર ટ્રેનીંગ ઓફિસર સિરાજ બગથરીયા, એક્ઝીક્યુટીવ જીગ્નેશ ચૌહાણ તેમજ સેન્ટરના નવા નિમાયેલ ટ્રેનીંગ પાર્ટનર Softweb Technologies ના પ્રતિનિધિ યોગિતા પટેલ અને પલક ત્રામ્બડીયા ખાસ ઉપસ્થિત રહી સેન્ટરનો વધુને વધુ લાભ જીલ્લાના યુવાનોને કૌશલ્ય વિકાસ માટે મળે તે માટે તત્પરતા દાખવેલ અને સંપૂર્ણ સહયોગ આપવાની બાહેંધરી આપેલ. આ સેન્ટરમાં સી એન સી મશીનને લગતા કોર્સ, પ્લમ્બર, ઈલેક્ટ્રિક ને લગતા કોર્ષ, ઇઝરાયલ મોકલવા માટેની ભાષા સીખાવવા અને તે અંગેની તાલીમ, સી ફૂડ ઇન્ડ. ને લગતા કોર્ષ શીખવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande