પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના દરિયા કિનારે અસ્માવતી ઘાટ નજીક લોખંડની ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલી બે બોટ ખેંચાઈ આવતા તે ડ્રેજીંગ માટે ગત વર્ષે બાંધેલી બોટ હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની વિગતે એવી છે કે પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક લોખંડની જૂની બે ભંગાર હાલતમાં ફેરવાયેલી બોટ ખેંચાઈ આવી હતી આથી માછીમારો દ્વારા તપાસ કરવામાં આવતા અને બોટ એસોસિએશનને જાણ કરવામાં આવતા પોરબંદર માછીમાર બોટ એશોના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે બંદરના બારામાં ગત વર્ષે ડ્રેજીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આથી એ સ્થળે લોખંડની જૂની બોટો બાંધવામાં આવી હતી. તેના નાળા તૂટી જતા આ બંને બોટો અસ્માવતી ઘાટ નજીક ખેંચાઈને આવી હોવાનું ધ્યાને આવતા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ફરીથી તેને નાળા બાંધીને અંદર લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya