પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): કુતિયાણા તાલુકાના કાનાકુવા વિસ્તારમાં રહેતા એક મંજુર મહિલાને પ્રસુતિની પીડા શરૂ થતા કુતિયાણા સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ, જેમને લોહીની ટકાવારી ઓ.સી. અને ત્રીજી વખતની ડિલેવરી હોવાથી પોરબંદરની એમ.આર. લેડી હોસ્પિટલ રિફર કરવા પડે તેમ હોવાથી 108 નો સંપર્ક કર્યો હતો. ત્યારે મૈયારી 108 ની ટીમ જાણ કરવામાં આવતા જ સમય સુચકતા મુજબ મહિલાને કુતિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પહોચીને એમ.આર.લેડી હોસ્પિટલ લઇ જતા રસ્તામાં વધારે દુખાવો ઉપડતા 108 ના ઈ.એમ.ટી પરબત મકવાણા અને પાયલોટ કેવિનભાઈ જલુએ એમ્બ્યુલન્સ સાઈડમાં રાખીને ઈ.આર.સી.પી. ડો.શાહ અને ડોકટર વંશના માર્ગદર્શન હેઠળ પ્રસુતિ કરાવી હતી,
જેમાં દીકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળેલ અને મૈયારી 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અને દર્દીને વધુ સારવાર માટે એમ.આર. લેડી હોસ્પિટલ પોરબંદરમાં દાખલ કરાયા આ અંગે 108 ના જીલ્લા અધિકારી જયેશગિરી અને પ્રોગ્રામ મેનેજર આકાશએ શુભેચ્છા પાઠવી મૈયારી 108 ની ટીમને બિરદાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya