ઉના નજીક નવાબંદરમાં 50 વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મ, હાલત નાજુક
ઉના/અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.): ઉના તાલુકા નજીક આવેલા એક કોસ્ટલ દરિયાકિનારે ગામમાં 50 વર્ષીય મહિલા પર ત્રણથી વધુ શખસ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લથડી હતી. હાલ મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.
ઉના નજીક નવાબંદરમાં 50 વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મ, હાલત નાજુક


ઉના/અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.): ઉના તાલુકા નજીક આવેલા એક કોસ્ટલ દરિયાકિનારે ગામમાં 50 વર્ષીય મહિલા પર ત્રણથી વધુ શખસ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લથડી હતી. હાલ મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના ત્રણ દિવસ પહેલાં કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં બની હતી. એકલી રહેતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ત્રણથી વધુ શખસે તેમને ફોસલાવીને લઈ ગયા હતા અને સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યું હતું.

ગંભીર ઇજાઓ અને પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પડી રહ્યાં હતાં. તેમની તબિયત વધુ લથડતાં તેમણે દ્વારકામાં ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી, જેની સાથે તેમને છેલ્લાં સાત વર્ષથી સંબંધ હતા.યુવક તાત્કાલિક દોડી આવ્યો હતો અને મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં. ફરજ પરના તબીબે આ અંગે પોલીસને જાણ કરતાં પીઆઈ. મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો.

દરમિયાન ઉના હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને પગલે ભોગ બનનાર મહિલાનું ડાઈંગ ડિક્લેરેશન લેવા માટે ઉનાના નાયબ મામલતદાર પહોંચ્યા હતા. તેમણે પીડિતાનું ડાઈંગ ડિક્લેરેશન લીધું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande