પંચમહાલ જિલ્લાના 75 વર્ષીય વૃદ્ધા તુલસીશ્યામ જંગલમાંથી ત્રણ દિવસ બાદ મળ્યા,ભૂખ્યા પેટે દિવસો વિતાવ્યા
ઉના/અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.) તુલસીશ્યામ મંદિરે દર્શનાર્થે આવેલ પંચમહાલ જિલ્લાના 75 વર્ષીય વૃદ્ધા તુલસીશ્યામ જંગલમાં ક્યાંક ગુમ થયા હતા જે ત્રણ દિવસ બાદ હેમખેમ મળી આવ્યા છે. તેઓ પરિવાર સાથે તુલસીશ્યામ મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. વન વિભાગના 50થી
પંચમહાલ જિલ્લાના 75 વર્ષીય વૃદ્ધા તુલસીશ્યામ જંગલમાંથી ત્રણ દિવસ બાદ મળ્યા,ભૂખ્યા પેટે દિવસો વિતાવ્યા


ઉના/અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.) તુલસીશ્યામ મંદિરે દર્શનાર્થે આવેલ પંચમહાલ જિલ્લાના 75 વર્ષીય વૃદ્ધા તુલસીશ્યામ જંગલમાં ક્યાંક ગુમ થયા હતા જે ત્રણ દિવસ બાદ હેમખેમ મળી આવ્યા છે. તેઓ પરિવાર સાથે તુલસીશ્યામ મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. વન વિભાગના 50થી વધુ કર્મચારીઓની ટીમે રાત-દિવસ જોયા વગર સતત ત્રણ દિવસ સુધી જંગલ ખૂંદી વળ્યું હતું. આ સઘન શોધખોળના અંતે, આજે સવારે સોમીબેન રાવલ ડેમ નજીકથી સહી-સલામત મળી આવ્યા હતા.

ગત 5 ઓક્ટોબરના રોજ પંચમહાલ જિલ્લાના માયલાના મુવાડ, નરોડા ગામમાંથી 50 જેટલા શ્રદ્ધાળુઓની ટૂર તુલસીશ્યામ આવી હતી. આ પ્રવાસી જૂથમાં 75 વર્ષનાં વૃદ્ધા સોમીબેન પણ તેમના પરિવાર સાથે જોડાયા હતા.પ્રવાસી વૃદ્ધા જંગલમાં ખોવાઈ ગયા હતા. જોકે, વન વિભાગની સઘન શોધખોળના ત્રણ દિવસ બાદ તેમનો સહી-સલામત પત્તો લાગતા વન વિભાગ અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

રાત્રિ રોકાણ દરમિયાન સોમીબેન કોઈને જાણ કર્યા વગર મંદિર પરિસરમાંથી નીકળી ગયા હતા અને ગીચ જંગલ તરફ ચાલ્યા ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પરિવારજનોએ આ અંગેની જાણ જસાધાર વન વિભાગના આર.એફ.ઓ. એલ.બી. ભરવાડને કરતા તાત્કાલિક રાત્રીના 11 વાગ્યે વન વિભાગની ટીમે શોધખોળ શરૂ કરી હતી.

આર.એફ.ઓ. ભરવાડે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોમીબેન ભૂખ્યા પેટે ત્રણ દિવસ સુધી જંગલમાં રહ્યાં હતાં. સદનસીબે તેઓ સલામત મળ્યા એ કુદરતનો આભાર છે. હાલ તેમને પ્રાથમિક તબીબી સારવાર આપીને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુમાં, ભરવાડ દ્વારા દિવાળી વેકેશનમાં આવતા પ્રવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે તુલસીશ્યામનું જંગલ ગીચ અને વન્ય પ્રાણીઓની સંખ્યા વધુ ધરાવતું હોવાથી, પ્રવાસીઓ પોતાની અને પોતાના પરિવારની સલામતીનું ખાસ ધ્યાન રાખે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande