પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અડવાણા ગામે વિકાસલક્ષી કાર્યક્રમનું ભવ્ય આયોજન.
પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ – 2025 ના આયોજન અંતર્ગત પોરબંદર જિલ્લાના અડવાણા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારના અધ્યક્ષસ્થાને વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રતીક સ્વરૂપે ક
પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અડવાણા ગામે વિકાસલક્ષી કાર્યક્રમનું ભવ્ય આયોજન.


પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અડવાણા ગામે વિકાસલક્ષી કાર્યક્રમનું ભવ્ય આયોજન.


પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અડવાણા ગામે વિકાસલક્ષી કાર્યક્રમનું ભવ્ય આયોજન.


પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અડવાણા ગામે વિકાસલક્ષી કાર્યક્રમનું ભવ્ય આયોજન.


પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અડવાણા ગામે વિકાસલક્ષી કાર્યક્રમનું ભવ્ય આયોજન.


પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ – 2025 ના આયોજન અંતર્ગત પોરબંદર જિલ્લાના અડવાણા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારના અધ્યક્ષસ્થાને વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રતીક સ્વરૂપે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામગીરી સંભાળી ત્યારે “વિકાસ રથ” જેવા અભિયાનો દ્વારા ગ્રામ્ય સ્તરે વિકાસની નદી વહેતી કરી હતી. હાલમાં પણ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ છેવાડાના વ્યક્તિ સુધી સુવિધાઓ પહોંચાડવામાં રાજ્ય સરકાર હરણફાળ ભરી રહી છે.

વધુમાં તેમણે વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવા માટે ગામડાના છેવાડાના માણસના વિકાસને અનિવાર્ય ગણાવ્યો હતો તેમજ “રાષ્ટ્ર પ્રથમ” ના ભાવ સાથે સૌએ જોડાઈને આ યજ્ઞમાં ભાગ લેવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ વિકાસ સપ્તાહની પ્રસ્તાવના રજૂ કરતાં તેનું ઉદ્દેશ્ય અને મહત્વ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશ વિકાસના નવા આયામોને અંકિત કરી રહ્યો છે. વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો દ્વારા સરકારની જનકલ્યાણકારી વૃત્તિ પ્રગટ થાય છે.તેમણે ગ્રામજનોએ વિદેશી ઉત્પાદનોનો ત્યાગ કરીને સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમ કારાવદરાએ ગ્રામ્ય વિકાસ અને સરકારની સુવિધાલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો અંગે જાગૃત થઈને લાભ લેવા જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન રૂ. 14,77,000 /- ખર્ચના હોસ્પિટલથી પેટ્રોલપંપ તરફ પેવર બ્લોક, રામદેવપીરના દ્વારા પાસે પેવર બ્લોક, આશુતોષ મેડિકલ તરફ પેવર બ્લોક, નાથા ખીમાની વાળીથી અન્નપૂર્ણા તરફ પાણીની લાઇન, રાણા ભીમાના ઘરથી રાજુ વિસાના ઘર તરફ પેવર બ્લોક, નાથા ભીમાની વાડીથી ગામ તરફ પાણીની લાઇનના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તેમજ રૂ. 15,88,000 ના ખર્ચના ચામુંડા માતાના મંદિર પાસે સામુહિક શૌચાલયના કામ, દેવસી કુછળીયાના ઘર પાસે વરસાદના પાણીના નિકાલ માટે ગટરનું કામ, અડવાણા ગામે 6 ની હૈયાત આંગણવાડી કેન્દ્રમાં એક નવો રૂમ, અડવાણા ગામે રાવલીયા ગોળાયથી ખીરસરા તરફ જતા રસ્તે મસરીભાઈની વાડી પાસે કોઝવેના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી. મહેતા, જિલ્લા પંચાયત કારોબારી કમિટીના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ. ત્રિવેદી, કાર્યપાલક ઇજનેર (આરએન્ડબી,પંચાયત) પીયુષ સિંગરખીયા, સરપંચ સીમાબેન કારાવદરા, અગ્રણી હાથીયાભાઈ ખૂંટી સહિતના આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગ્રામજનોએ “વિકાસ પ્રતિજ્ઞા” લઈને વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી વિકાસ રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande