અમરેલી,, 8 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના એલ.સી.બી. પોલીસે લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને આખરે પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાની આગેવાની હેઠળની ટીમે બાતમીના આધારે તથા ટેકનિકલ સોર્સની મદદથી આરોપી જગદીશ દુદાભાઈ ચાવડા ને ઝડપી પાડ્યો છે.
જગદીશભાઈ વિરુદ્ધ બગસરા ખાતે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલતા ક્રિમિનલ કેસોમાં કસુરવાર ઠરાવતાં કોર્ટ દ્વારા સજાનું વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આરોપી છેલ્લા એક વર્ષથી સજા ભોગવ્યા વગર નાસતો ફરતો હતો. એલ.સી.બી. ટીમે સુચનાના આધારે તેની હિલચાલ પર નજર રાખી હતી અને યોગ્ય તક મળતા તેને ઝડપીને કાયદાના હવાલે કર્યો.
આરોપીને જરૂરી કાર્યવાહી બાદ અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. એલ.સી.બી.ની આ કામગીરીથી ફરાર આરોપીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને કાયદો અમલ કરનારી એજન્સીઓની સજાગતા સામે ફરી એક વખત નમૂનો પુરો પાડ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai