અમરેલીમાં ઓટો કન્સલટન્ટ દુકાનો સામે કાર્યવાહી — આધાર નોંધણી વગર વાહન લે-વેચના 3 ગુના નોંધાયા
અમરેલી,8 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી ટાઉન વિસ્તારમાં જુના વાહન લે-વેચ કરતી ઓટો કન્સલટન્ટ દુકાનોમાં ગેરરીતિ સામે અમરેલી SOG ટીમે કડક પગલાં લીધા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલીક દુકાનોમાં વાહન ખરીદનાર અને વેચનાર વ્યક્તિઓના આધાર અને ઓળખ પુરાવ
અમરેલીમાં ઓટો કન્સલટન્ટ દુકાનો સામે કાર્યવાહી — આધાર નોંધણી વગર વાહન લે-વેચના 3 ગુના નોંધાયા


અમરેલી,8 ઓક્ટોબર (હિ.સ.)

અમરેલી ટાઉન વિસ્તારમાં જુના વાહન લે-વેચ કરતી ઓટો કન્સલટન્ટ દુકાનોમાં ગેરરીતિ સામે અમરેલી SOG ટીમે કડક પગલાં લીધા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલીક દુકાનોમાં વાહન ખરીદનાર અને વેચનાર વ્યક્તિઓના આધાર અને ઓળખ પુરાવાની નોંધ રજીસ્ટરમાં લેવામાં આવતી નથી. આ કાયદેસર પ્રક્રિયાનો ભંગ ગણાતાં પોલીસે 3 અલગ-અલગ દુકાનદારો સામે ગુના નોંધ્યા છે.

SOG ટીમે આ કાર્યવાહી દરમિયાન દુકાનોના રજીસ્ટર, કાગળો અને વાહન સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી હતી. પોલીસ સૂત્રો મુજબ, આવા કિસ્સાઓમાં વાહનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાય તેવો સંદેહ રહેતો હોવાથી ઓળખ પુરાવાની નોંધણી ફરજિયાત છે. છતાંય નિયમોની અવગણના થતી હોવાને પગલે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

અમરેલી પોલીસ દ્વારા જણાવાયું કે શહેરમાં ચાલતી તમામ ઓટો કન્સલટન્ટ દુકાનોને નિયમોનું પાલન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે. સાથે જ, ભવિષ્યમાં આવી બેદરકારી જોવા મળશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી અમરેલી શહેરના ઓટો માર્કેટમાં ચકચાર મચી ગઈ છે અને અન્ય દુકાનદારોમાં પણ ચેતના ફેલાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande