નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ
પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના ધેડ પંથકના ચિંગરીયા સરકારી માધ્યમીક શાળા ખાતે નશાબંધીના ધનિષ્ઠ પ્રસાર-પ્રચાર અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિધાર્થીઓ દ્વારા નશાબંધી વિષયક “નિબંધ સ્પર્ધા” અને “વકૃત્વ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું
નશાબંધી હપ્તાહ નઇ ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા” અને “વકૃત્વ સ્પર્ધા” યોજાઈ.


નશાબંધી હપ્તાહ નઇ ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા” અને “વકૃત્વ સ્પર્ધા” યોજાઈ.


નશાબંધી હપ્તાહ નઇ ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા” અને “વકૃત્વ સ્પર્ધા” યોજાઈ.


પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના ધેડ પંથકના ચિંગરીયા સરકારી માધ્યમીક શાળા ખાતે નશાબંધીના ધનિષ્ઠ પ્રસાર-પ્રચાર અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિધાર્થીઓ દ્વારા નશાબંધી વિષયક “નિબંધ સ્પર્ધા” અને “વકૃત્વ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

નશાબંધી જનજાગૃતિ અંતર્ગત ધનિષ્ઠ પ્રસાર-પ્રસાર કાર્યક્રમની શરૂઆત મદદનીશ શિક્ષક સિધ્ધાર્થ ઠાકરએ શાળા, ગામ અને ઘેડ વિસ્તારનો પરિચય આપી, નશાબંધી ખાતા આ કાર્યક્રમને આવકારી મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ નશાબંધી નીતિ વિષે સવિષેસ માહિતી આપી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિધાર્થીઓએ નશાબંધી વિષે “નિબંધ” અને “વકૃત્વ” સ્પર્ધાઓ દ્વારા પોતાના વિચારો રજુ કર્યા હતા.

ત્યારબાદ નશાબંધી ખાતા સબ ઇન્સ્પેક્ટર બી.એમ. સોલંકીએ ગુજરાત રાજ્યમાં નશાબંધી વિષે માહિતી આપતા જણાવ્યુ હતું કે ગુજરાત નશાબંધી નિતીને વળેલ રાજ્ય છે એટલે જ ગુજરાતમાં શાંતિ અને પ્રગતિશીલ ગુજરાત છે. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ગુટખા, માવા, તમાકુ જેવા વ્યશનીઓ જે દુખની બાબતો છે. ખાસ કરીને વિધાર્થી કાળમાં વ્યશન બાબતે થતુ શારીરીક અને આર્થિક નુકસાન બાબતે ઉદાહરણો આપી વિર્ધાથીઓને ઉંડાણ પુર્વક સમજ આપી અને જણાવ્યું કે આજ દિન સુધી મે ગરીબીને કારણે શિક્ષણ છોડતા જોયા છે પરંતુ ગરીબીને કારણે વ્યશન છોડતા નથી જોયા જે ખુબ જ દુઃખી બાબત છે. આ સંસ્થામાં અગાઉ નશાબંધી દ્વાર થયેલ કાર્યક્રમનો વ્યુહ મેળવ્યો ત્યારબાદ જાણીતા લોક સાહિત્યકાર શક્તિદાન ગઢવીએ લોક સાહિત્યની ભાષામાં જેમણે જેમણે વ્યશન કરીયુ તે તમામ બરબાદ થયા છે તેવું લોકસાહિત્યની ભાષામાં વિધાર્થીઓને સમજાવ્યા, ત્યારબાદ જીલ્લા બાળ સુરક્ષા એકમના રૂપલબેન ભટ્ટએ બાળકોમાં વ્યશન કેવી રીતે પ્રવેશ કરે અને સરકારી યોજના વિશે સવિશેષ માહીતી આપી, ત્યારબાદ અંતે પ્રિન્સીપાલ શીતલબેન જોષીએ જણાવ્યુ કે, સ્વેચ્છીક વ્યશન છોડવા માંગતા વિર્ધાથીઓને ગુરૂજનોની હાજરીમાં ફેમેલી/મિત્રો વ્યશન છોડાવવા માટે જનજાગૃતિ કરશે અને વ્યશન છોડાવશે જે બાબતેની વ્યશન મુક્તિ પ્રતિજ્ઞા લેવડાવી નશાબંધી ખાતાના આ કાર્યક્રમ દ્વારા અમારા વિધાર્થીઓને ધણી માહિતી મળી નશાબંધીના આ કાર્યક્રમ મુજબ ના રસ્તે ચાલશે તેઓ વિશ્વાસ આપ્યો અને નશાબંધી ખાતાનો આભાર માન્યો.અંતે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને નશાબંધી ખાતા દ્વારા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઠાકર સિધ્ધાર્થ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નશાબંધી ખાતાના સબ ઈન્સ્પેક્ટર બી.એમ સોલંકી તેમજ જાણીતા લોક સાહિત્યકાર શક્તિદાન ગઢવી તેમજ ચિંગરીયા સ્કુલના આચાર્ય શીતલબેન જોષી તેમજ તેમનો સ્ટાફ ઠાકર સિધ્ધાર્થ ભારતીબેન ઓડેદરા, કાનાભાઈ સામરા તેમજ નશાબંધી સ્ટાફ બી.એ જાદવ અને બીજે કરમટા નશાબંધી તમામ સ્ટાફગત હાજર રહ્યા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande