ભાવનગર પીપાવાવ રેલ કોર્પોરેશન દ્વારા CSR પ્રોજેક્ટ હેઠળ ભાવનગર રેલવે મંડળના બાલ મંદિર અને કિડ્સ હટ શાળાના વિકાસમાં ફાળો
ભાવનગર 8 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળ દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિર શાળાના નાનકડા બાળકોના સર્વાંગી વિકાસ માટેના ઉત્તમ પ્રયત્નોની શ્રેણીમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક
ભાવનગર  પીપાવાવ રેલ કોર્પોરેશન દ્વારા


ભાવનગર 8 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળ દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિર શાળાના નાનકડા બાળકોના સર્વાંગી વિકાસ માટેના ઉત્તમ પ્રયત્નોની શ્રેણીમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના પ્રયત્નોથી, તા. 08 ઓક્ટોબર 2025ના રોજ પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ (PRCL) દ્વારા તેના CSR (Corporate Social Responsibility) કાર્યક્રમ — “જ્ઞાન ઉદય પ્રોજેક્ટ” — અંતર્ગત શાળાઓના વિકાસ માટે વિવિધ શૈક્ષણિક તથા બાંધકામ સંબંધિત વસ્તુઓ પ્રદાન કરવામાં આવી છે.

આ વસ્તુઓમાં સ્માર્ટ બોર્ડ, બેન્ચ, કપબોર્ડ, બ્લેકબોર્ડ, વ્હાઇટબોર્ડ સહિત અનેક ઉપયોગી સામગ્રીનો સમાવેશ થાય છે, જેના થકી શાળાઓમાં અભ્યાસનું વાતાવરણ વધુ સશક્ત અને આધુનિક બનશે. લાયકાતપૂર્ણ છે કે આ બન્ને શાળાઓ છેલ્લા 36 વર્ષથી સંચાલિત છે અને રેલવે કર્મચારીઓ તથા અન્ય સામાન્ય નાગરિકોના બાળકો માટે ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણનું કેન્દ્ર બની રહી છે.

આ અવસરે પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી સીમા કુમાર, મેનેજિંગ ડિરેક્ટર (નવી દિલ્હી) મુકુલ જૈન, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ (નવી દિલ્હી) લીના નરવાલ, કંપની સેક્રેટરી/ઉપાધ્યક્ષ (નવી દિલ્હી) રાજકુમાર પંજવાની, સિનિયર મેનેજર (ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર રેલવે મંડળ તરફથી મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્મા અને સંગઠનની અન્ય પદાધિકારિયો ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલથી શાળાઓના આધારભૂત ઢાંચાને મજબૂતી મળી છે, અને બાળકોના સર્વાંગી વિકાસ તથા આધુનિક શિક્ષણના વાતાવરણને પણ એક નવો આયામ પ્રાપ્ત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande