નરવાઈ નજીક અજાણ્યા પુરુષનું મોત
પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર-માધવપુર રોડ પર આવેલા નરવાઈ માતાજીના મંદિર નજીક અજાણ્યો પુરૂષ બિમાર હાલતમા જોવા મળતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો, જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. પોલીસના જણ
નરવાઈ નજીક અજાણ્યા પુરુષનું મોત


પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર-માધવપુર રોડ પર આવેલા નરવાઈ માતાજીના મંદિર નજીક અજાણ્યો પુરૂષ બિમાર હાલતમા જોવા મળતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો, જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર નરવાઈ માતાજીના મંદીર નજીક આવેલા અલખધણી અન્નક્ષેત્ર ખાતે 35 વર્ષીય યુવાન માનસીક રીતે બિમાર હોય તેમનુ કુદરતી રીતે મોત નિપજયુ છે. આ યુવાનની ઓળખ મેળવા પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande