વિકાસ સપ્તાહ 2025 : આયુષ્માન કાર્ડના લાભાર્થી ભીખુભાઈ ખાણદરે સરકારનો માન્યો આભાર.
પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ દરમ્યાન પોરબંદર જિલ્લાના અડવાણા ગામના ભીખુભાઈ ખાણતરે ગ્રામજનો સામે સરકાર પ્રત્યેનો પોતાનો વિશ્વાસ અને સંતોષ પ્રકટ કર્યો હતો. તેમણે આકસ્મિક સંજોગ વખતે સરકારની આયુષ્માન યોજના થકી મળેલ લાભ અંગે વાત કરી હતી. સર
વિકાસ સપ્તાહ 2025 : આયુષ્માન કાર્ડના લાભાર્થી ભીખુભાઈ ખાણદરે સરકારનો માન્યો આભાર.


પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ દરમ્યાન પોરબંદર જિલ્લાના અડવાણા ગામના ભીખુભાઈ ખાણતરે ગ્રામજનો સામે સરકાર પ્રત્યેનો પોતાનો વિશ્વાસ અને સંતોષ પ્રકટ કર્યો હતો. તેમણે આકસ્મિક સંજોગ વખતે સરકારની આયુષ્માન યોજના થકી મળેલ લાભ અંગે વાત કરી હતી.

સરકારની આયુષ્માન કાર્ડ યોજના સામાન્ય નાગરિકો માટે ગંભીર બીમારીઓ અને આકસ્મિક સંજોગોમાં મોટી આર્થિક રાહત પૂરી પાડી રહી છે. પોરબંદર જિલ્લાના અડવાણા ગામના રબારી કેડાની બાજુમાં રહેતા ભીખુભાઈ નાથાભાઈ ખાણદર આ યોજનાના તાજેતરના સફળ લાભાર્થી બન્યા છે.

પોરબંદરથી આવતા સમયે થયેલા એક ગંભીર એક્સિડન્ટમાં તેમનો પગ ભાંગી ગયો હતો. પગના ઓપરેશન માટે તેમને ખંભાળીયાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. ભીખુભાઈએ જણાવ્યું હતું કે તેમની પાસે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કઢાવી આપવામાં આવેલું આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ હતું.

આ કાર્ડનો ઉપયોગ કરવાથી તેમને સારવારમાં સહાય મળી હતી અને તેમની પાસેથી સારવાર પેટે કોઈ ખર્ચ થયો નથી. તેમને અંદાજે રૂ. 30,000 થી રૂ. 35,000 જેવો ખર્ચો લાગવાનો હતો, જે આ યોજનાને કારણે બચી ગયો, જેથી તેમનો આર્થિક બોજ ઘટી ગયો.

વધુમાં, તેમને આવવા જવાના ટિકિટ ભાડા પેટે રૂ. 300 નો એક ચેક પણ આપવામાં આવ્યો હતો. મળેલી આ સંપૂર્ણ સહાય અને વિનામૂલ્યે સારવાર બદલ ભીખુભાઈ ખાણદરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને અન્ય લોકોને પણ લાભ લેવા અપીલ કરી હતી.

આમ, આયુષ્માન કાર્ડ યોજના ગરીબ પરિવારોને મોંઘી સારવારના ખર્ચમાંથી મુક્તિ આપીને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં સફળ નીવડી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande