નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025, ગમોડ ખાતે રાત્રિ ગ્રામસભા યોજાઈ
- વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને શોર્ટ ફિલ્મના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ, પ્રગતિ, સિધ્ધિઓની માહિતી અપાઈ રાજપીપલા,8 ઓકટોબર (હિ.સ.): નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીના અધ્યક્ષપદે તિલકવાડા તાલુકાના ગમોડ ગામમાં 07 ઓક્ટોબર, 2025 ના રોજ વિકાસ
નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025,ગમોડ ખાતે રાત્રિ ગ્રામસભા યોજાઈ


નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025,ગમોડ ખાતે રાત્રિ ગ્રામસભા યોજાઈ


- વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને શોર્ટ ફિલ્મના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ, પ્રગતિ, સિધ્ધિઓની માહિતી અપાઈ

રાજપીપલા,8 ઓકટોબર (હિ.સ.): નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીના અધ્યક્ષપદે તિલકવાડા તાલુકાના ગમોડ ગામમાં 07 ઓક્ટોબર, 2025 ના રોજ વિકાસ સપ્તાહ 2025 ના પ્રથમ દિવસે રાત્રિ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભીમસિંહ તડવીએ જણાવ્યું કે, લોકશાહીના જીવંત આધાર સમા ગ્રામસભામાં ગ્રામજનો સાથે સંવાદ સત્ર યોજાયો હતો. જ્યાં ગ્રામજનોને વિસ્તારના લોકહિતના કામોની પ્રગતિ, પ્રાથમિકતા અને પારદર્શિતા અંગે વિસ્તૃત જવાબો આપવામાં આવ્યાં હતાં. ગ્રામજનોને વિકાસ રથના માધ્યમથી કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી, સિધ્ધિઓ-ઉપલબ્ધિઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સરકારની સાથે વહીવટી તંત્ર પણ પ્રજાકલ્યાણના કાર્યો માટે કટિબદ્ધિ છે.

નર્મદા જિલ્લાના પ્રત્યેક તાલુકા-ગામોમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ ભ્રમણ કરશે. ગ્રામજનોને સરકારની યોજનાઓનો લાભ મળે તેવા શુભ આશય સાથે આ રથ ગમોડ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી. શોર્ટફિલ્મના માધ્યમથી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ, સિધ્ધિઓથી વાકેફ કરાયાં હતા.

તડવીએ પણ કેન્દ્ર-રાજ્ય સરકારની પીએમ આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, સુર્ય શક્તિ યોજના સહિતની અમલી યોજનાઓનો લાભ લેવા માટે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ અવસરે લાભાર્થીઓએ પોતાના યોજનાકીય લાભોના પ્રતિભાવો મહાનુભાવો તથા ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા. ઉપરાંત, લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. વધુમાં ગ્રામ્યકક્ષાના વિકાસકામોનું લોકાર્પણ કરાયું હતું. વધુમાં સૌએ સામૂહિક રીતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande