મહેસાણા ડેપો ખાતે “સ્વચ્છતા એ જ સેવા 2025” અંતર્ગત કર્મચારીઓનું શ્રમદાન — વર્કશોપ પરિસર થયું સ્વચ્છ અને સુંદર
મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.) આજ રોજ મહેસાણા ડેપો ખાતે “સ્વચ્છતા એ જ સેવા 2025” અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને કાર્યસ્થળને સ્વચ્છ રાખવાના સંદેશ સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડેપોના અધિકારીઓ તથા વર્કશોપના કર્મચારીઓએ એકજ ભાવનાથી
મહેસાણા ડેપો ખાતે “સ્વચ્છતા એ જ સેવા 2025” અંતર્ગત કર્મચારીઓનું શ્રમદાન — વર્કશોપ પરિસર થયું સ્વચ્છ અને સુંદર


મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.) આજ રોજ મહેસાણા ડેપો ખાતે “સ્વચ્છતા એ જ સેવા 2025” અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને કાર્યસ્થળને સ્વચ્છ રાખવાના સંદેશ સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડેપોના અધિકારીઓ તથા વર્કશોપના કર્મચારીઓએ એકજ ભાવનાથી શ્રમદાન આપ્યું હતું.વર્કશોપ પરિસર, શૌચાલય અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી. કચરાનો નિકાલ, નિષ્ક્રિય સામાનની સાફસફાઈ, તેમજ સ્વચ્છ પાણીની વ્યવસ્થા જેવી જરૂરી કામગીરી પૂર્ણ કરાઈ. કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને સ્વચ્છતા જાળવવી એ માત્ર ફરજ નહીં પરંતુ એક રાષ્ટ્રીય જવાબદારી છે, તેવો સંદેશ આપવામાં આવ્યો.“સ્વચ્છતા એ જ સેવા” અભિયાનનો હેતુ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો છે. મહેસાણા ડેપો દ્વારા કરવામાં આવેલ આ પ્રયત્નથી અન્ય સરકારી તેમજ ખાનગી સંસ્થાઓને પણ પ્રેરણા મળશે.કાર્યક્રમના અંતે અધિકારીઓએ કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા માટે સતત સહભાગી રહેવા અપીલ કરી અને સૌના સંયુક્ત પ્રયાસોથી ડેપો વિસ્તારને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande