હારીજ કૉલેજમાં 'વિકાસ સપ્તાહ–2025' અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા અને ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ યોજાયો
પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.) હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં 8 ઓક્ટોબર, 2025ના રોજ ‘વિકાસ સપ્તાહ – 2025’ની ઉજવણીની અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા અને ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્ર
હારીજ કૉલેજમાં 'વિકાસ સપ્તાહ–2025' અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા અને ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ યોજાયો


પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.) હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં 8 ઓક્ટોબર, 2025ના રોજ ‘વિકાસ સપ્તાહ – 2025’ની ઉજવણીની અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા અને ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા અને ભાષાકૌશલ્યનો વિકાસ કરવાનું હતું.

નિબંધ લેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ 'સ્વચ્છતા સેવા છે, વિકાસનો મંત્ર છે' જેવા વિષયોને આધારે પોતાના વિચાર વ્યક્ત કર્યા. ત્યારબાદ યોજાયેલા શપથગ્રહણ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ અને અધ્યાપકોની ઉપસ્થિતિમાં 40થી વધુ વિદ્યાર્થીઓએ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લઈ રાષ્ટ્રસેવા અને સમાજ કલ્યાણનો સંકલ્પ કર્યો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જીગ્નેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે શરૂઆતમાં જણાવ્યું હતું કે, આવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, સંવેદનશીલતા અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા મળે છે. કાર્યક્રમને સફળ બનાવવા કૉલેજના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહભર્યો સહયોગ પ્રાપ્ત થયો

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande