ગીર સોમનાથ, 8 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળના સોનારિયા મુકામે 200 થી વધારે દર્દીઓને લાભ આપવી દર્દી દેવો ભવ: ની પંક્તિને સાર્થક કરવા દિવંગત ભીખાભાઈ સોલંકીના સ્મરણાર્થે તેમના પુત્ર ભગવાનભાઈ સોલંકી અને શિવાનંદ મિશન હોસ્પિટલ, વીરનગરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. આ કેમ્પને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર એ દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો.
આ કેમ્પમાં વેરાવળ, તાલાલા અને સુત્રાપાડા તાલુકાના ગામો માંથી કુલ ૨૦૬ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ તમામ દર્દીઓને વિરનગરના આંખને લગતા રોગના નિષ્ણાત ડૉ.દિવ્યાંગ પટેલ તેમજ તેની ટીમ એ દર્દીઓને સંતુષ્ટિ મળે તે રીતે નિદાન કરી અને દવાઓ પણ વિના મૂલ્યે આપી હતી. તેમજ ઓપરેશનની જરૂરિયાત વાળા દર્દીઓને ત્યાંથી જ વીરનગર બસમાં લઈ જવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ આયોજન માટે જન સમાજ સેવા સંઘના જયંતીભાઈ આંજણીનો અનન્ય સહકાર રહીયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાનો પ્રકાશ ફેલાવવાના હેતુથી યોજાયેલા આ કેમ્પ માં સ્થાનિક લોકો દ્વારા ઉમદા સેવા ગણાવવામાં આવી રહી છે.અને આ કેમ્પને સફળ બનાવવામાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ મોહનભાઈ સોલંકી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ સુભાષભાઈ બારડ, વેરાવળ તાલુકા સંઘ ના ડાયરેક્ટ જેસિંગભાઈ બારડ, સદસ્ય વિપુલભાઈ ચૌહાણ, હરિભાઈ જેસાભાઈ ચૌહાણ, દિનેશભાઈ ભજગોતર, પૂર્વ સરપંચ કાનજીભાઈ ચૌહાણ તથા ભગુભાઈ બારડ, પ્રાથમિક શાળાના આચાર્ય અજયસિંહ ઝાલા, બાદલપરાના સરપંચ તનસુખભાઈ વાળા, બોળાસના સરપંચ બાબુભાઈ કામળિયા, નારણભાઈ સોલંકી, હરદીલભાઈ ચૌહાણ, જેન્તીભાઇ સોલંકી, નાથાભાઈ સોલંકી, મુળાભાઈ સોલંકી, દિનેશભાઈ વાજા, સદસ્ય કાજલી તેમજ ગ્રામજનો એ ખૂબ જહેમત ઉઠાવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આ આયોજનની પ્રશંસા કરતા આયોજક ભગવાનભાઈ સોલંકીને પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું છે કે આવા પ્રયાસો સમાજમાં આરોગ્યની નવી આશા આપે છે. જમણવારની વ્યવસ્થા ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર ટ્રસ્ટના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ