જામનગરમાં સતત છઠ્ઠા દિવસે GST વિભાગનું સર્ચ યથાવત, સૂત્રધાર CAને સમન્સ નોટિસ
જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં જીએસટી વિભાગ દ્વારા ચાલી રહેલી દરોડાની કાર્યવાહી આજે બુધવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ રહી છે. GSTની ટીમે અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો તપાસ્યા હતા. તપાસ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, આ વ્યવહાર
GST દરોડા અને સમન્સ


જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં જીએસટી વિભાગ દ્વારા ચાલી રહેલી દરોડાની કાર્યવાહી આજે બુધવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ રહી છે. GSTની ટીમે અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો તપાસ્યા હતા. તપાસ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, આ વ્યવહારોમાંથી આશરે 100 કરોડ રૂપિયાથી વધુના ફેક ITC ક્લેમ કરાયા હોઈ શકે છે. આ કૌભાંડથી જીએસટીના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

અમદાવાદની જીએસટી ટીમ દ્વારા હાથ ધરાયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં, વિભાગે વિવિધ પેઢીઓ અને સંકળાયેલા વ્યક્તિઓ સામે તપાસ ચાલુ રાખી છે. તાજેતરમાં, અંદાજે 5 કરોડ રૂપિયાથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવામાં આવી છે અને 1 કરોડ રૂપિયાથી વધુની બેંક બેલેન્સ સીઝ કરવામાં આવી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા હજી સુધી જીએસટી ટીમથી ફરાર છે. વિભાગે તેમને સમન્સ નોટિસ ફટકારીને તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ, 500 કરોડ રૂપિયાથી વધુના સંદિગ્ધ વ્યવહારોની તપાસ કરાઈ છે. તપાસ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, આ વ્યવહારોમાંથી આશરે 100 કરોડ રૂપિયાથી વધુના ફેક ITC ક્લેમ કરાયા હોઈ શકે છે. આ કાર્યવાહીને કારણે શહેરની અનેક પેઢીઓ અને વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. જીએસટી ટીમ દ્વારા આગામી દિવસોમાં વધુ મહત્વની પેઢીઓ પર પણ કાર્યવાહી થવાની શક્યતા છે. આ કૌભાંડમાં મોટા માથાઓની ધરપકડના ભણકારા પણ વાગી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande