ગીર સોમનાથ કોલેજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
ગીર સોમનાથ ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં આદ્રી ખાતેથી જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહનો રંગેચંગે શુભારંભ થયો છે. આ કાર્યક્રમને સમાંતર ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્
વિવિધ કાર્યક્રમો યોજાયા


ગીર સોમનાથ ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં આદ્રી ખાતેથી જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહનો રંગેચંગે શુભારંભ થયો છે.

આ કાર્યક્રમને સમાંતર ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત કોલેજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાલાના વિદ્યાર્થીઓ, સરકારી વિજ્ઞાન કોલેજ, મહિલા કોલેજ, જે.એસ.પરમાર આર્ટ્સ અને કોમર્સ કોલેજ કોડીનાર દ્વારા વિકાસ શપથ તેમજ સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા ઓનલાઈન ક્વીઝ, જી.એચ.સી.એલ વી.ટી.આઈ સંસ્થા અને શેડી અંબુજા દ્વારા વ્યાખ્યાનમાળા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande