ગીરસોમનાથ વિકાસ સપ્તાહ' અંતર્ગત સૂત્રાપાડામાં વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ ૮ ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથમાં પણ વિકાસ સપ્તાહનો શુભારંભ થયો છે. આ ''વિકાસ સપ્તાહ કાર્યક્રમ'' અંતર્ગત સુત્રાપાડા મુકામે વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિકસિત ભારતમાં યુવાઓની સહભાગીતા અને કૌશલ્ય તાલીમ
Gir Somanath jilama vikas


ગીર સોમનાથ ૮ ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથમાં પણ વિકાસ સપ્તાહનો શુભારંભ થયો છે. આ 'વિકાસ સપ્તાહ કાર્યક્રમ' અંતર્ગત સુત્રાપાડા મુકામે વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે વિકસિત ભારતમાં યુવાઓની સહભાગીતા અને કૌશલ્ય તાલીમ થકી યુવા સશક્તિકરણ વિષય પર નિષ્ણાંત વ્યાખ્યાતા દ્વારા યુવાઓને માર્ગદર્શન અને પ્રેરણાત્મક સંવાદો કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ અને દેશ માટે કાર્યરત રહેવા સંકલ્પબદ્ધ થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande