સોમનાથ,8 ઓક્ટોબર (હિ.સ.) ગીર ગઢડા તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન આજ રોજ અંબાડા પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં ભાખા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ “સ્માર્ટ એગ્રીકલ્ચર ફાર્મિંગ” વિષય પર મોડેલ રજૂ કર્યું હતું. ખેડૂત માટે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ શકે તેવું આ મોડેલ સૌનું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.
પ્રદર્શન દરમિયાન ભાખા પ્રાથમિક શાળાનું મોડેલ પ્રથમ સ્થાન હાંસલ કરતા સમગ્ર શાળા પરિવાર તેમજ ગામમાં આનંદની લાગણી વ્યાપ્ત થઈ હતી.આ વિજયમાં બાળ વૈજ્ઞાનિકો ચૌહાણ માનસી અને લુણી નવ્યા સાથે માર્ગદર્શક શિક્ષક જયનીતસિંહ જે. ગોહિલનો મહત્વનો ફાળો રહ્યો હતો.વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના SMC ભાખા ,આચાર્ય દિલીપસિંહ ડોડીયા, ગામના સરપંચ વજુભાઈ ભુવા સહિતના આગેવાનો, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ