સોમનાથ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનના અધ્યક્ષસ્થાને 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ' યોજાયો
સોમનાથ,8 ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર સોમનાથ જિલ્લામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો થકી ''વિકાસ સપ્તાહ''ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનના અધ્યક્ષસ્થાને પ્રભાસપાટણ રામમંદિર ઑડિટોરિયમ ખાતે ''યુવા રોજગાર અ
અધ્યક્ષસ્થાને 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ


સોમનાથ,8 ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર સોમનાથ જિલ્લામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો થકી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનના અધ્યક્ષસ્થાને પ્રભાસપાટણ રામમંદિર ઑડિટોરિયમ ખાતે 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ' યોજાયો હતો.

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાગજ્જરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત અને સફળ નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થયા છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર દ્વારા જનહિતના કાર્યક્રમો થકી વિકાસ સપ્તાહરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. સુશાસન દ્વારા દેશમાં ગુજરાત એ વિકાસ મોડલ તરીકે ઉભરી આવ્યું છે.

યુવાનો, મહિલા સશક્તિકરણ અને ખેડૂતો માટે સરકારની અનેકવિધ યોજનાઓએ સમૃદ્ધિના દ્વાર ખોલ્યાં છે. આઈ.ટી.આઈના આધુનિકીકરણ તેમજ કૌશલ્ય સુસંગતતા માટે ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ દ્વારા રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શિક્ષિત ઉમેદવારોને રોજગારની તક ઉપલબ્ધ થાય તે માટે ઔદ્યોગિકીકરણ સબળું સાબિત થયું છે. આમ કહી તેમણે એનાયતપત્ર મેળવનાર તમામ યુવાનોને શુભકામના પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મશીન ઓપરેટર, વીમાસખી, લાઈફમિત્ર, ઈન્શ્યોરન્સ એડવાઈઝર સહિતની નિમણૂક મેળવનાર તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ એનાયત કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત આઈ.ટી.આઈના ૧૦૦થી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફરલેટર, રોજગાર એનાયતપત્ર કરવામાં આવ્યા હતાં અને ઉદ્યોગવિભાગના એચ.એમ.વાઘેલા દ્વારા આનુષાંગિક યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

ઉપસ્થિત સર્વેએ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ' નું જિવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ રોજગાર વિભાગના કે.એચ.રામે કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલા મૂછાર, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય અમૃતા અખિયા, ચેરમેન જયેશ પંડ્યા, અગ્રણી મહેન્દ્ર પીઠિયા, દિલીપ બારડ તેમજ જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, તાલાલા-ગીરગઢડા, વેરાવળની આઈ.ટી.આઈ. કોલેજના આચાર્ય, સુપરવાઈઝર્સ, એપ્રેન્ટિસ એડવાઈઝર, વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande