ઈન્સ્ટાગ્રામની મિત્રતાના કારણે યુવતી ઘર છોડીને સોમનાથ પહોંચી, ૧૮૧ મહિલા અભયમ ટીમે કરી મદદ
ગીર સોમનાથ ૮ ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ રેલ્વે પોલીસ દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી માહિતી આપવામાં આવી હતી કે, રેલ્વે સ્ટેશનના કેમ્પસ વિસ્તારમાં એક અજાણી યુવતી લાંબા સમયથી બેઠી છે અને પૂછપરછ દરમિયાન કોઈ માહિતી આપતી નથી. યુવતીની સુરક્ષા અંગે ચિં
ઈન્સ્ટાગ્રામની મિત્રતાના કારણે યુવતી ઘર છોડીને સોમનાથ પહોંચી, ૧૮૧ મહિલા અભયમ ટીમે કરી મદદ


ગીર સોમનાથ ૮ ઓક્ટોબર (હિ.સ.)

વેરાવળ રેલ્વે પોલીસ દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી માહિતી આપવામાં આવી હતી કે, રેલ્વે સ્ટેશનના કેમ્પસ વિસ્તારમાં એક અજાણી યુવતી લાંબા સમયથી બેઠી છે અને પૂછપરછ દરમિયાન કોઈ માહિતી આપતી નથી. યુવતીની સુરક્ષા અંગે ચિંતિત થઈ ૧૮૧ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.

૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમના ફરજ પરના કાઉન્સેલર દાફડા અંજના, કોન્સ્ટેબલ સોલંકી ધારાબેન તથા પાયલોટ સહિત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુવતીનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.

પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, તે નવસારી જિલ્લાના નિવાસી છે અને ઈન્સ્ટાગ્રામ મારફતે બે પુરુષ મિત્રો સાથે સતત વિડિઓ કોલ અને ચેટ દ્વારા વાતચીત ચાલુ હતી અને લગ્ન સુધીની વાતો થઈ ગઈ હતી.

આ બાબત યુવતીની માતાને જાણ થતાં તેમણે યુવતીને ઠપકો આપ્યો અને ઈન્સ્ટાગ્રામ પરની વાતચીત બંધ કરવાની સૂચના આપી હતી. રોષમાં આવી યુવતી કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ અને ટ્રેન દ્વારા સોમનાથ મંદિર પહોંચી ગઈ હતી. પોતાના માતા-પિતાના ડરથી યુવતી ઘરે પરત જવા ઇચ્છતી નહોતી.

૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા યુવતીને યોગ્ય સમજણ આપી અને તેમની સુરક્ષા અંગે વિશ્વાસ અપાવ્યો હતો. યુવતીને ૧૮૧ મહિલા હેલ્પલાઇન તથા મહિલાઓ માટે ચાલતા વિવિધ સેન્ટરો અંગે માહિતી આપવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ પોતાના પિતાનો સંપર્ક નંબર આપ્યો જેના આધારે યુવતીના પિતા અને બહેન સાથે ટેલિફોનિક વાતચીત કરીને યુવતીની જાણ કરી હતી.

હાલ યુવતીને સુરક્ષા અને આશ્રયની જરૂર જણાતા, તેમને સખી વન સ્ટોપ સેન્ટર, વેરાવળ ખાતે સુરક્ષિત રીતે આશ્રય આપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande