ગીર સોમનાથ, 8 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત સરકારના ' વિકાસ સપ્તાહ કાર્યક્રમ' અંતર્ગત સુત્રાપાડા મુકામે વ્યાખ્યાનમાળા યોજાઈ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપસિહ બારડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા સુત્રાપાડા શહેર તાલુકા પી.આઈ લોહ, નાયબ મામલેતદાર મમતાં બેન,પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિનભાઈ સોલંકી, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુ બારડ, સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સૂરસિંહ મોરી, સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રીઓ સિધ્ધરાજસિંહ રાઠોડ, હરેશભાઇ કામળિયા, નગરપાલિકા ઉપ્રમુખ નરેશ કામળિયા, નગરપાલિકા ચેરમેન કૈલાશ રામ અને પ્રો.રામ ભાઈ ભાવેશભાઈ રામ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરતથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે વિકસિત ભારતમાં યુવાઓની સહભાગીતા અને કૌશલ્ય તાલીમ થકી યુવા સશક્તિકરણ વિષય પર નિષ્ણાંત વ્યાખ્યાતા દ્વારા યુવાઓને માર્ગદર્શન અને પ્રેરણાત્મક સંવાદો કરવામાં આવ્યા હતાં. GHCL વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખૂબ સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ