કોડીનારના 4 પોલીસ કર્મીઓ શ્રેષ્ઠ કામગીરી કરતા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
સોમનાથ, 8 ઓક્ટોબર (હિ.સ.) કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તાર માં ગુમ થયેલા મોબાઈલ, મોટર સાયકલ તથા રોકડ અને સોના ચાંદી ના દાગીના સહિતની વસ્તુઓ ગુમ થયાની અરજી બાદ પોલીસે સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરી હતી અને રૂ. 41,11,140નો મુદામાલ પરત કરતા ભગવાન જ
કોડીનારના 4 પોલીસ કર્મીઓ શ્રેષ્ઠ કામગીરી કરતા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા


સોમનાથ, 8 ઓક્ટોબર (હિ.સ.) કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તાર માં ગુમ થયેલા મોબાઈલ, મોટર સાયકલ તથા રોકડ અને સોના ચાંદી ના દાગીના સહિતની વસ્તુઓ ગુમ થયાની અરજી બાદ પોલીસે સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરી હતી અને રૂ. 41,11,140નો મુદામાલ પરત કરતા ભગવાન જીણાભાઈ રાઠોડ, ભીખુશા બચુશા જુણેજા ને રૂ.1500,1500 તેમજ ચોમાસામાં શિગવડા નદીમાં પાણીમાં માઢવાડ ગામની મહિલા નો પગ લપસી જતા નદી માં તણાતી જોઈને 4 પોલીસ કર્મી નદીના પાણીમાં કૂદીને બહાર કાઢી મોટર સાયકલ માં બેસાડી સારવાર અપાવી હતી જેથી જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રફુલ જેસિંગ ભાઈ વાઢેર ને રૂ.2500, હિંમત આતુંભાઇ ચાવડા ને પણ રૂ.2500 તથા ભગવાન જીણાભાઈ રાઠોડને રૂ.2000 ભીખુશા બચુશા જુણેજા આમ ચાર કર્મીઓને 2000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande