ગીર સોમનાથ 8 ઓક્ટોબર (હિ.સ.) ઘંટીયા પ્રાચી ગામે ચામુંડા માતાજીના મંદિરે નવ ચંડી યજ્ઞનુ આયોજન કરાયું હતું. જેમા સમસ્ત ગામના ભક્તજનોએ સામુહિક ભાગ લીધો હતો તેમજ યજમાન પદે બાલૂભાઈ ઝાલા તથા મોતીબેન ઝાલા હતા તેમજ આ પ્રસંગે ભૂદેવ જસુદાદા દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવાયો હતો. યજ્ઞની પુર્ણાહતિ બાદ સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. સાંજે ચામુંડા માતાજીના મંદિરના પટાંગણમાં બટુક ભોજનનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ગામના સેવાભાવી ધીરુભાઈ ચાંડપા ભગવાનભાઈ વાઢેર, ભુવાઆતા, બચુભાઈ રાઠોડ સહિતે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ