મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.): “વિકસિત ભારત” ના વિઝનને સાકાર બનાવવા માટે આજે મહેસાણા કલેક્ટર કચેરીથી વિકાસ સપ્તાહ અંતર્ગત “વિકાસ રથ” નું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓની હાજરીમાં રથને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવ્યો. આ વિકાસ રથનો મુખ્ય હેતુ જિલ્લામાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ, વિકાસકારી કાર્યો તથા જનકલ્યાણકારી પહેલ અંગે ગ્રામજનોને જાગૃત કરવો છે. રથ દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, કૃષિ વિકાસ, સ્વચ્છતા અને ડિજિટલ સેવાઓ જેવી યોજનાઓની માહિતી લોકોને પહોંચાડવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે “વિકસિત ભારત” એ માત્ર સરકારનો નહીં, પરંતુ દરેક નાગરિકનો સંકલ્પ છે. લોકો પોતાના ગામ અને શહેરના વિકાસમાં સક્રિય ભાગ લેશે તો ભારત ખરેખર વિકસિત રાષ્ટ્ર બની શકે છે. રથ જિલ્લાભરના ગામડાઓ અને શહેરોમાં ફરશે અને વિવિધ સ્થળોએ યોજાનાર કાર્યક્રમો દ્વારા લોકોને પ્રેરિત કરશે. આ અવસર પર મહેસાણા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ વિકસિત ભારત માટે સમર્પિત ભાવના સાથે પોતાના યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR