જામનગર તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૯ ઓક્ટોબરના રોજ યોજાશે
જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : ''સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ


જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : 'સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' દર માસે યોજવાનું સૂચન કર્યું છે.

જે અનુસાર જામનગર 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા.૨૯-૧૦-૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારી જામનગરના અધ્યક્ષસ્થાને મામલતદાર, જામનગર શહેરના મીટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી આગામી તા.૧૦-૧૦-૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગરને મોકલી દેવાની રહેશે.

તાલુકા કક્ષાનો પ્રશ્ન હોત તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલ હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત હોવી જોઈએ. આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં કરી શકે. તેમ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande