પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે 5 થી 12 ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આર.ટી.આઈ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો.
આ એક દિવસીય સેમિનારમાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતેથી આર.ટી.આઈ.ની પ્રત્યક્ષ કામગીરી સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યૂઅલી જોડાયાં હતાંઅને માર્ગદર્શન મેળવ્યું હતું.
આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્રણ લઘુપુસ્તિકાઓના આધારે આર્ટિફિશ્યિલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજદાર, જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારીની ફરજો અને જવાબદારીઓ અંગેનો વીડિયો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર હર્ષ પટેલ,પ્રાંત અધિકારી સંદિપ જાદવ, આયોજન અધિકારી કે.સી.ઠાકોર સહિતનાં વિવિધ વિભાગોમાં આર.ટી.આઈ.ની પ્રત્યક્ષ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya