અમરેલીના શરદોત્સવ મિલ્ક ડેમાં “ઓપરેશન સિંદૂર” થીમ સાથે રાજકીય ગરબો — રૂપાલા, સંઘાણી, કાછડીયા અને સાવલિયા રમ્યા રાસ
અમરેલી,8 ઓક્ટોબર (હિ.સ.) અમરેલીમાં અમર ડેરી દ્વારા આયોજિત શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમ આ વખતે અનોખી “ઓપરેશન સિંદૂર” થીમ સાથે ઉજવાયો. આ થીમ હેઠળ ખેલૈયાઓએ દેશપ્રેમ અને શૌર્યનું પ્રતીક દર્શાવતા ખાસ કેપ તથા વસ્ત્રો પહેરીને રંગબેરંગી રાસ-ગરબાની મોજ માણી
અમરેલીના શરદોત્સવ મિલ્ક ડેમાં “ઓપરેશન સિંદૂર” થીમ સાથે રાજકીય ગરબો — રૂપાલા, સંઘાણી, કાછડીયા અને સાવલિયા રમ્યા રાસ


અમરેલી,8 ઓક્ટોબર (હિ.સ.) અમરેલીમાં અમર ડેરી દ્વારા આયોજિત શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમ આ વખતે અનોખી “ઓપરેશન સિંદૂર” થીમ સાથે ઉજવાયો. આ થીમ હેઠળ ખેલૈયાઓએ દેશપ્રેમ અને શૌર્યનું પ્રતીક દર્શાવતા ખાસ કેપ તથા વસ્ત્રો પહેરીને રંગબેરંગી રાસ-ગરબાની મોજ માણી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું ત્યારે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી ખેલૈયાઓ સાથે ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા.શરદોત્સવમાં ઉપસ્થિત રાજકીય આગેવાનોમાં રૂપાલા, સંઘાણી, પૂર્વ સાંસદ નારણ કાછડીયા અને પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી સહિત અનેક આગેવાનો રંગીલા માહોલમાં રાસ રમતા જોવા મળ્યા. દિલીપભાઈ સંઘાણી સંગાથે તેમની પત્ની ગીતા સંઘાણી પણ ગરબે ઘૂમ્યા, જે દૃશ્યે ઉપસ્થિત પ્રેક્ષકોના દિલ જીતી લીધા.“ઓપરેશન સિંદૂર” થીમ અંતર્ગત દેશભક્તિના સૂરો વચ્ચે ખેલૈયાઓએ તિરંગી ઝાંઝરીઓ સાથે રાસ રમ્યો. કાર્યક્રમમાં મહિલાઓએ દેશપ્રેમ અને સંસ્કૃતિના સંકલનનો સુંદર સંદેશ આપ્યો. સ્થાનિક કલાકારોએ પણ દેશભક્તિ ગીતો અને લોકગીતો દ્વારા માહોલને ઉર્જાવાન બનાવ્યો.અમર ડેરીના શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં દૂધ ઉત્પાદકો, સહકારી આગેવાનો, મહિલા મંડળો અને યુવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનો અંત દેશપ્રેમના સૂત્રો અને “જય માતા દી”ના નાદ સાથે થયો.આ શરદોત્સવ માત્ર સહકારી સંસ્થાનો ઉત્સવ ન રહ્યો, પરંતુ અમરેલીના રાજકીય નેતાઓ, ખેડૂત સમુદાય અને નાગરિકો વચ્ચે એકતા અને ઉમંગનો અદભૂત મેળાપ સાબિત થયો. “ઓપરેશન સિંદૂર” થીમ સાથે યોજાયેલ આ ગરબા મહોત્સવથી અમરેલીના સહકારી અને સામાજિક જીવનમાં નવી ઉર્જા પ્રસરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande