સુરક્ષિત ભવિષ્ય માટે આવકનું યોગ્ય આયોજન: સમી ખાતે યોજાયો માર્ગદર્શન સેમિનાર
પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજના વાણિજ્ય વિભાગ દ્વારા ''Turning Your Income into Wealth'' વિષય પર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હારીજની સરકારી વિજ્ઞાન અને વિનયન કૉલેજના ટીચિ
સુરક્ષિત ભવિષ્ય માટે આવકનું યોગ્ય આયોજન – સમી ખાતે માર્ગદર્શન સેમિનાર


પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજના વાણિજ્ય વિભાગ દ્વારા 'Turning Your Income into Wealth' વિષય પર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હારીજની સરકારી વિજ્ઞાન અને વિનયન કૉલેજના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સેમિનારનો મુખ્ય હેતુ સ્ટાફને આવકના યોગ્ય આયોજન અને રોકાણ દ્વારા સુરક્ષિત ભવિષ્ય માટે જાગૃત કરવો હતો.

સેમિનારમાં વોલ્ગા કેપિટલ, પાટણના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધ્રુવ પટેલ અને ICICI મ્યુચ્યુઅલ ફંડના ક્લસ્ટર હેડ વિરલ તિમાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે શ્રી તિમાણીએ તેમના ૧૮ વર્ષના અનુભવોના આધારે રોકાણ અને આવકના આયોજન પર મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે સમજાવ્યું કે ધીરજપૂર્વક અને નિયમિત રીતે કરેલું નાનું રોકાણ પણ લાંબા ગાળે મોટું વળતર આપી શકે છે.

સેમિનારના અંતે ધ્રુવ પટેલે સફળ આયોજન બદલ કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંઘ આનંદ અને સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. મહેમાનોને ડૉ. આરતીબેન પ્રજાપતિ અને આચાર્યશ્રીએ પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. ચેતન પ્રજાપતિએ કર્યું અને પ્રો. જેવત ચૌધરીએ આભારવિધિ આપી. સમગ્ર સેમિનારનું આયોજન આચાર્ય ડૉ. ટેકપાલસિંઘ આનંદના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande