મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકામાં ગત 25 તારીખથી 10 નવા ગામો અને લાખવડ ગામનો બાકીનો રેવન્યૂ વિસ્તાર મનપામાં સમાવવામાં આવ્યા છે, જેના કારણે શહેરનો હદ વિસ્તાર નોંધપાત્ર રીતે વધારો થયો છે. આ કાર્યવાહી વચ્ચે કેટલાક ગામોમાં તેનાથી અસંમતતા અને વિરોધના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને દેલા, હેબુવા, શોભાસણ અને રામપુરા ગામોમાં લોકોએ મનપામાં સમાવેશ કરવા વિરોધ માટે બેનર લગાવ્યા છે.હેબુવા, શોભાસણ અને રામપુરા ગામોમાં રાજકીય પક્ષો પ્રવેશબંધીના બેનર લગાવી રહ્યાં છે, જેના કારણે આ મુદ્દો રાજકીય અને સામાજિક ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ગામના આગેવાનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે કે તેમનો ગામ મનપામાં સામેલ ન કરવામાં આવે.વિરૂદ્ધોનું કહેવું છે કે મનપામાં સમાવેશ કરીને તેમના ગામની સ્થાપનાત્મક ઓળખ, સ્થાનિક વિકાસ તથા ગ્રામજનોની જાગૃતિ પર અસર પડી શકે છે. બીજી તરફ મહાનગરપાલિકામાં પ્રથમ મેયર પદે પછાત વર્ગની મહિલા નિયુક્ત થવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે સાથે જ વિવાદ વધુ તીવ્ર બની રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR