કચરો વીણતા બાળકોને અભ્યાસ આપવો એ ખૂબ જ મોટી બાબત છે: સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલે
- વિજય રૂપાણીની ગેરહાજરીમાં સ્વર્ગસ્થ પુત્રના જન્મદિવસની ઉજવણી - આરએસએસના કાર્યવાહ અને સાંસદે બાળકોની રાઈડમાં સફર કરી રાજકોટ/અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.) રાજકોટમાં સ્વ.પૂજિત રૂપાણી ટ્રસ્ટના જરૂરિયાતમંદ બાળકોને બાલ ભવનમાં ફ્રી રાઇડ અને ભોજન માટેનો બા
કચરો વીણતા બાળકોને અભ્યાસ આપવો એ ખૂબ જ મોટી બાબત છે: સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલે


- વિજય રૂપાણીની ગેરહાજરીમાં સ્વર્ગસ્થ પુત્રના જન્મદિવસની ઉજવણી

- આરએસએસના કાર્યવાહ અને સાંસદે બાળકોની રાઈડમાં સફર કરી

રાજકોટ/અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.) રાજકોટમાં સ્વ.પૂજિત રૂપાણી ટ્રસ્ટના જરૂરિયાતમંદ બાળકોને બાલ ભવનમાં ફ્રી રાઇડ અને ભોજન માટેનો બાળ સંગમ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વખતે યોજાયો હતો. જોકે પૂજિતનો જન્મદિવસ પ્રથમ વર્ષે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણીની ગેરહાજરીમાં યોજાયો હતો. સ્વ. વિજય રૂપાણીના સ્વર્ગસ્થ પુત્ર પૂજિતનો આજે જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલેની અધ્યક્ષતામાં યોજાયેલા

આ તકે આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલે બાળકોની રાઈડમાં બેસ્યા હતા તો તેની બાજુની સીટ પર રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા બેસી ગયા હતા અને અંજલિબેન પાછળની સીટ પર બેઠા હતા. જ્યારે સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલેએ જણાવ્યુ હતું કે, ગત મકરસંક્રાંતિમાં વિજયભાઈ અને અંજલિબેન દ્વારા મને આજના કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ. આજના કાર્યક્રમમાં આવવું એ મારું કર્તવ્ય હતું, જેથી હું આવ્યો છું. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ખુબ જ સારા પ્રકલ્પ સાથે સેવાકીય પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. કચરો વીણતા બાળકોને અભ્યાસ આપવો એ ખૂબ જ મોટી બાબત છે.

આજે પ્રથમ વખત વિજય રૂપાણીની ગેરહાજરીમાં સ્વર્ગસ્થ પુત્ર પૂજિતનો જન્મદિવસ ઉજવાયો હતો. જેમાં સ્વ. વિજયભાઈના ભાઈ અનિમેષભાઈએ જણાવ્યું હતું કે, પૂજિત 4 વર્ષનો હતો, ત્યારે તેનું આકસ્મિક મૃત્યુ થયા બાદ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. જેમાં રેડ પિકર્સ પ્રોજેક્ટ અંતર્ગત કચરો વીણતા બાળકોને અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કરાયું. જ્યારે હવે ઓપન હાઉસ સેન્ટર શરૂ થયું છે. આ સાથે જ ગરીબનું બાળક પણ ઘૂઘરે રમે તે હેતુથી ટોય લાઇબ્રેરી શરૂ કરાયું છે. સુપર -20 પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7ના બાળકોની એન્ટ્રન્સ ટેસ્ટ લેતા હોઈએ છીએ. જેમાં મેરીટના આધારે જરૂરિયાતમંદ 20 બાળકોને ભણાવવામાં આવે છે. 24 વર્ષમાં જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત અનેક બાળકો ભણીને દેશ વિદેશમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા છે. ભાવનગર રોડ પરનું કિલ્લોલ ઇન્સ્ટિટ્યૂટ પણ કાર્યરત છે.

આ તકે લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ બાળ સંગમ કાર્યક્રમને કરુણ મંગલ ગણાવતા જણાવ્યું હતું કે, પૂજિતનો પ્રથમ જન્મદિવસ વિજયભાઈની અનુપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે તેનો રંજ છે. અગાઉ જ્ઞાન પ્રબોધિની કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ આ પ્રકલ્પોની જાણકારી થઈ હતી. પુત્ર પૂજિતના અવસાન બાદ પોતાની લાગણીને ઠેસ લાગતા વિજયભાઈએ આપત્તિને અવસરમાં બદલ્યો. જેથી આ પ્રકલ્પને આગળ વધારવો જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande