મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા ખાતે હોમિયોપેથીક ડોક્ટર્સ એસોસિયેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શહેરના તબીબો, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ આપી હતી.
ગરબા મહોત્સવ દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહનો અનોખો સંયોગ જોવા મળ્યો. રંગબેરંગી પહેરવેશમાં ડોક્ટરો, તેમના પરિવારજનો તથા નાગરિકોએ પરંપરાગત સંગીતના તાલે રમતા ગરબા વડે આનંદની છલકાટ સર્જી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ આયોજકોની એકતા અને સંસ્કૃતિ પ્રત્યેની લાગણીની પ્રશંસા કરી હતી. હોમિયોપેથીક ડોક્ટર્સ એસોસિયેશનના સભ્યો દ્વારા આ ગરબા મહોત્સવને સામાજિક એકતા અને આરોગ્ય જાગૃતિના સંદેશ સાથે જોડવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોને શુભેચ્છા પાઠવતાં જણાવાયું કે તહેવારોની આ મોસમ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના છે. મહેસાણામાં આ પ્રકારનો ઉપક્રમે માત્ર તહેવારની ઉજવણી જ નહીં, પરંતુ તબીબી સમાજની એકતા, સહકાર અને માનવસેવાના સંકલ્પનો પ્રતિબિંબ પણ રજૂ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR