સરકારી વિનયન કૉલેજ, સાંતલપુર ખાતે 'વિકસિત ભારત વિકાસ સપ્તાહ –2025 ' અંતર્ગત ક્વિઝ સ્પર્ધા અને શપથગ્રહણ કાર્યક્રમનું સફળ આયોજન
પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત સરકારની વિકાસયાત્રા અને સુશાસનના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ''વિકાસ સપ્તાહ''ની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે સરકારી વિનયન કૉલેજ, સાંતલપુર ખાતે ''વિકસિત ભારત વિકાસ સપ્તાહ – ૨૦૨૫'' અંત
સરકારી વિનયન કૉલેજ, સાંતલપુર ખાતે 'વિકસિત ભારત વિકાસ સપ્તાહ – ૨૦૨૫' અંતર્ગત ક્વિઝ સ્પર્ધા અને શપથગ્રહણ કાર્યક્રમનું સફળ આયોજન


પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત સરકારની વિકાસયાત્રા અને સુશાસનના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે સરકારી વિનયન કૉલેજ, સાંતલપુર ખાતે 'વિકસિત ભારત વિકાસ સપ્તાહ – ૨૦૨૫' અંતર્ગત ક્વિઝ સ્પર્ધા અને શપથગ્રહણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ ક્વિઝ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ત્યારબાદ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવડાવવામાં આવી, જેમાં લેબ આસિસ્ટન્ટ શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉપસ્થિત તમામને સામૂહિક શપથ લેવડાવી. કુલ ૧૭૦ વિદ્યાર્થીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો.

આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન નોડલ ઓફિસર શ્રી સુદાભાઈ કટારાએ કોલેજના આચાર્ય ડૉ. રાજાભાઈ એન. આયરના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. કાર્યક્રમની સફળતા માટે કૉલેજના તમામ સ્ટાફ સભ્યોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande